શ્રી *લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 તુલસીનગર બોટાદ માં જનજાતિ ગૌરવ પખવાડિયા અને વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી.* 
આજરોજ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 માં આદિવાસી જનજાતિ ગૌરવ પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને ભગવાન બિરસા મુંડા વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ જનજાતિ ની રહેણી કહેણી ,પહેરવેશ,તહેવારો વ્યવસાયો વગેરે વિશે એકપાત્રિય અભિનય અને નાટક દ્વારા બાળકોમાં તે માહિતગાર કરવામાં આવ્યા હતા.
તેમજ જિલ્લા આરોગ્ય બોટાદ ના સહયોગથી વ્યસન મુક્તિ ના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા જે અંતર્ગત પોસ્ટરો ચિત્ર સ્પર્ધા સ્લોગન સ્પર્ધા નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વ્યસન ના ફાયદા ગેરફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલા બાળકોને ઇનામ આપીને સન્માનવામાં આવ્યા હતા. આ બંને કાર્યક્રમો શાળાની શિક્ષિકા બહેનો પૂર્વીબેન પટેલ, મિતલબેન પાનસણીયા, ઉષાબેન કામડ,પ્રિયંકાબેન આચાર્ય, અને શીતલબેન વાઘેલા એ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ ભોજક ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર








Total Users : 153829
Views Today : 