Wednesday, November 27, 2024

તાપી જીલ્લાના વ્યારા ટાઉન દ.ગુ.વી.કં.લી ની સરાહનિય કામગીરી.

તાપી જીલ્લાના વ્યારા ટાઉન દ.ગુ.વી.કં.લી ની સરાહનિય કામગીરી.

 

વ્યારા શહેરના ગ્રાહકોને સુરક્ષિત અને અવિરત વીજ-પ્રવાહ મળી રહે તે માટે વીજ કંપની દ્વારા સુદ્રઢ આયોજન.

 

તાપી તા.૨૭

દ.ગુ.વી.કં.લી દ્વારા તાપી જીલ્લાના વ્યારા ટાઉન (શહેરી) સબડીવીઝન વિસ્તારમાં આવેલ ભારે દબાણની ખુલ્લા વીજ-તાર વાળી લાઈનોને મીડીયમ વોલ્ટેજ કવર્ડ કંડકટર જે જૂની પદ્ધતિ હતી તેને હવે નવા એડવાન્સ ટેકનોલોજી વાળા કોટેડ વીજ-તાર નાખી અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. આશરે ૬૫૦ જેટલા લોખંડના પોલ તેમજ ૧૦૫ કી.મીની લંબાઈ ધરાવતા વીજ તાર બદલી કરવાનું આયોજન હાથે ધરવામાં આવેલ છે. જેમાંથી હાલમાં ૧૦૫ લોખંડના વીજપોલ તેમજ ૮.૦ કિમી લંબાઈના વિસ્તારમાં કોટેડ વીજ કંડકટર બદલવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

 

દ.ગુ.વી.કં.લીના વ્યારા શહેરના માનવંતા ગ્રાહકોને સુરક્ષિત અને અવિરત વીજ-પ્રવાહ મળી રહે તેવું માળખુ ઉભું કરવામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કામ માટે એક મજબુત અને સીસ્ટમ બેઝ નેટવર્ક ઉભું કરવા માટે દ.ગુ.વી.કં.લીના લાઈનમેન તેમજ એન્જીનીયરો સતત ખડેપગે કામ કરી રહ્યા છે. આ અપગ્રેડેશન માટે ૬.૩૦ કરોડ જેટલો માતબર ખર્ચ કરવામાં આવશે.

 

વ્યારા ૬૬ કેવી સબ સ્ટેશન ૧-૨ના શટ ડાઉન કરી વ્યારા પેટા વિભાગીય કચેરી દ્વારા યુદ્ધના ધોરણે અંદાજીત ૩૦ લાખના ખર્ચે, ૨૦૯ માણસો દ્વારા ૪૩.૧૧ કિમી ભારે દબાણની વીજ-લાઈન મેન્ટેનન્સ, ૧૬૫ રીજમ્પરીંગ, ૫ ટ્રાન્સફોર્મરની કેપેસીટી ૨૦૦ કેવી વધારવી જેવા કામ કરવામાં આવેલ છે. તેમજ ૨.૬ કિમી ખુલ્લા વીજ-તારની જગ્યાએ ઉચ્ચ ગુણવત્તાના MVCC વાયરો નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી.

 

નોધનિય છે કે, આવનાર સમયમાં તાપી જીલ્લમાં રોબસ્ટ નેટવર્ક ફેઝ-૨ અંતર્ગત અન્ય વિસ્તારોમાં પણ ખુલ્લાં વીજતારોને દુર કરી MVCC કંડકટર મટીરીયલ વાળા નવા વાયર નાખી વીજ માળખાને મજબુત કરવામાં આવશે.

 

રિપોર્ટ – સંજય ગાંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores