અજમેર દરગાહ શરીફમાં શિવ મંદિર હતું, કોર્ટમાં દાવો: અદાલત દ્વારા સરકાર તથા પુરાતત્વ વિભાગને નોટીસ.
બ્યુરો રિપોર્ટ – યુપીના સંભલમાં સ્થિત જામા મસ્જિદ બાદ હવે રાજસ્થાનના અજમેરમાં દરગાહ શરીફમાં સર્વે માટે રસ્તો સાફ થઈ ગયો છે. નીચલી કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. જેમાં અજમેર શરીફ દરગાહને હિન્દુ મંદિર ગણાવવામાં આવી રહ્યું છે. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા વતી અરજી દાખલ કરવામાં આવી હતી. અદાલત દ્વારા સરકાર તથા પુરાતત્વ વિભાગને નોટીસ ફટકારવામાં આવી છે.
હિન્દુ પક્ષે અરજીની સાથે પુરાવા પણ રજૂ કર્યા હતા. અરજીમાં તે સ્થળે પૂજા કરવાની પરવાનગી માંગવામાં આવી છે. ઉપરાંત પુરાતતત્વ વિભાગ દ્વારા સર્વે કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. હિન્દુ પક્ષ દ્વારા એવો દાવો કરાયો હતો કે, પહેલા દરગાહની જમીન પર ભગવાન શિવનું મંદિર હતું. મંદિરમાં પૂજા અને જલાભિષેક થયો હતો. અરજીમાં અજમેરના રહેવાસી હર વિલાસ શારદા દ્વારા વર્ષ 1911માં લખાયેલા પુસ્તકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દરગાહને બદલે મંદિરનો ઉલ્લેખ છે. દરગાહ સંકુલમાં હાજર 75 ફૂટ લાંબા ઊંચા દરવાજાના નિર્માણમાં મંદિરના કાટમાળના ભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.