તાપી જીલ્લામાં વીજ ચોરી ની અચાનક ચકાસણી થી જીલ્લામાં ફફડાટ.
સંજય ગાંધી તાપી – આજ રોજ ૨૮/૧૧/૨૪ ના રોજ વ્યારા વિભાગીય કચેરી અંતર્ગતના ઉચ્છલ પેટા વિભાગીય કચેરીના જુદા જુદા ગામોમાં વહેલી સવારે ૫:૩૦ કલાકે વીજ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.આ કામગીરી માં Dy.Sp સાહેબ નિઝર,૨ પોલીસ ઇન્સ્પેક્ટર,૩ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ૧૨ જેટલા મહિલા પોલીસ કર્મચારી સાથે કુલ ૫૦ જેટલા પોલીસ કર્મચારી સાથે હાજર રહી ઉચ્છલ તાલુકાના નારણપુરા,ખાબ્દા,જામલી,આર્કટી,મીરકોટ,અન્ય ૩૩ જેટલા ગામોમાં કડક વીજ ચકાસણી હાથ ધરેલ હતી.જેમા ૧૫૨૦ જોડાણની ચકાસણીમાં ૮૨ વીજ જોડાણમાં વીજ ચોરી જણાતા અંદાજીત ૨૪ લાખ જેટલી રકમ નો દંડ કરવામાં આવેલ હતો.વીજ ચકાસણી દરમ્યાન નારણપુરા ગામના ગામીત ટાંકલીયાભાઈ રેવાભાઈ ગ્રાહક ને ત્યાં કોમર્શિયલ હેતુ માટેનો RO પ્લાન્ટ થાંભલા પર થી D.G.V.C.L ના મુખ્ય સર્વિસ સિવાય વધારાના લંગર વાયરથી મીટર બાયપાસ કરી વીજ ચોરી કરી ચલાવતાં હોય ૭ લાખ જેટલો દંડ ફટકારી વીજ અધિનિયમની કલમ ૧૩૫ મુજબ, પોલીસ ફરીયાદ કરવામાં આવેલ છે.આ કામ માટે D.G.V.C.L ના કુલ ૪૩ ટીમોમાં,૪૦ ગાડીઓ અને ૪૩ ઈજનેરો તથા ૧૦૦ જેટલાં અન્ય ચેંકિગ સ્ટાફ કામગીરી અંતર્ગત જોડાયેલ હતો.વીજ ચોરી ની કાર્યવાહીના કારણે આજુબાજુના ગામોના વીજ ચોરી કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.