- તા:- ઉના ( ગીર સોમનાથ). તારીખ :- ૨૮/૧૧/૨૦૨૪ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા તારીખ ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સબંધિત મુદ્દાઓને અનુલક્ષીને મહિલા અને બાળ અધિકારી સાહેબ શ્રી વારસુર સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી સોનલ મેડમ ના માર્ગદર્શન હેઠળ ” બેટી બચાવો બેટી પઢાવો ” યોજના અને ગુડ ટચ બેડ ટચ અન્વયે દીકરીઓમાં જાગૃતતા લાવવા માટે કાર્યક્રમ નું આયોજન ઉના પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર મનીષા બેન ગોહિલ તેમજ સોનલ બેન વનરા દ્વારા ઉના ગાંધી કન્યા શાળા ખાતે કરવામાં આવેલ. જેમાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના કયારથી અને ક્યાં શરૂ કરેલી, તેનો હેતુ અને સંકલ્પ વિશેની માહિતી, ગુડ ટચ બેડ ટચ, છેડતી, સાઇબર ક્રાઇમ,181,she ટીમ, પોલીસ હેલ્પ લાઈન 100 નંબર, તેમજ વિવિધ અન્ય યોજનાઓ ની માહિતી કાઉન્સેલર મનીષા બેન ગોહિલ દ્વારા આપવામાં આવેલ. આ કાર્યક્રમ માં સ્કુલ ના આચાર્ય મેડમ દિપ્તી બેન ગોસ્વામી, તેમજ અન્ય બે શિક્ષિકા બહેનો,પોલીસ she ટીમ સ્ટાફ, અને વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર ના સ્ટાફ ઉપસ્થિત રહેલ. અને આ કાર્યક્રમમાં શાળાની 150 જેટલી દીકરીઓ એ ભાગ લીધો હતો.
૨૮/૧૧/૨૦૨૪ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા તારીખ ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન
અન્ય સમાચાર