ડાયાબિટીસ મુક્ત ગુજરાત યોગ શિબિર નો લાભ લઈ દર્દીઓને સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો થયો.જેથી શિબિરાથીઓ ખૂબ જ ઉત્સાહિત થયા.
સંજય ગાંધી તાપી – ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન 14 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી ચાલ્યું. જેના અંતિમ દિવસે સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો. જેમાં અતિથિ તરીકે ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીગલ એસોસિએશન ના ચેરપર્સન શ્રી જીમી મહેતા સાહેબ, સિનિયર સીટીઝન ક્લબના પ્રમુખશ્રી તેમજ જનક હોસ્પિટલના ટ્રસ્ટી સુભાષભાઈ શાહ, નગર સેવક કુલીનભાઈ પ્રધાન મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા.
અંતિમ દિવસે આરોગ્યની ટીમ દ્વારા સુગર ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં દર્દીઓમાં શુગરના લેવલમા નોંધપાત્ર ઘટાડો નોંધાયો જેથી દર્દીઓમાં આત્મવિશ્વાસ જાગ્યો કે યોગ દ્વારા ખરેખર ડાયાબિટીસને હરાવી શકાય. તેઓ યોગને જીવનના ભાગરૂપે અપનાવશે એવા પ્રતિસાદ મળ્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવા અવનવા શિબિરો યોજાતા રહે એવી ઈચ્છા જાહેર કરી.