આજે તા. ૩૦મી નવેમ્બરના રોજ વ્યારા ખાતે પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે
જિલ્લાના તમામ પત્રકારોને હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લેવા અનુરોધ
સંજય ગાંધી તાપી આજે તા.૩૦ નવેમ્બરના રોજ સવારે ૮:૦૦ કલાકે ભીખીબ રેડક્રોસ ભવન, કાળીદાસ હોસ્પિટલ,વિલાસની કે દેસાઇ આરોગ્ય સંકુલ,વનચેતના પાસે, કાકરાપાર બાયપાસ રોડ,તાડ્કુવા,વ્યારા-તાપી ખાતે જિલ્લાના તમામ પત્રકારો માટે હેલ્થ ચેક-અપનું આયોજન માહિતી વિભાગ,ગુજરાત સરકાર અને રેડક્રોસ સોસાયટીના સયુંક્ત ઉપક્રમે કરવામાં અવ્યું છે.
ભારત સરકારના ફીટ ઇન્ડિયા” કાર્યક્રમ અંતર્ગત “ફીટ ઇન્ડિયા,ફ્રિડમ મિડિયા” ના સ્લોગન સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ખબરો મેળવવા માટે સતત દોડધામ કરતા રહેતા પત્રકારમિત્રો પોતાના સ્વાસ્થય બાબતે કંઈક અંશે ધ્યાન આપી શકતા નથી. પોતાના કામને વરેલા આ પત્રકારો પોતાના સ્વાસ્થ બાબતે પણ સચેત થાય અને પોતાના વ્યસ્ત શિડ્યુલ માંથી થોડો સમય કાઢી પોતાનું હેલ્થ ચેક-અપ કરાવે એવા ઉમદા આશય સાથે માહિતી વિભાગ અને રેડક્રોસ સોસયટી વ્યારા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે રોજ યોજાનાર આ હેલ્થ ચેક-અપ કેમ્પમાં હૃદય, કિડની, લીવર, મધુમેહ, બ્લડ સુગર, બ્લડ પ્રેશર, યુરિયા સહિતના અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે. આ કેમ્પનો વધુમાં વધુ પત્રકારો લાભ લે એ માટે જિલ્લા માહિતી કચેરી વ્યારા દ્વારા તમામ પત્રકારોને સમય મર્યાદામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો કોઈ પત્રકાર મિત્રનું રજીસ્ટ્રેશન બાકી હોય તો તેવા મિત્રો સીધા કેમ્પના સ્થળે આવી જશે તો પણ તેમનું હેલ્થ ચેક-અપ કરવામાં આવશે. જેની નોંધ લેવા પત્રકારોને વિનંતી કરવામાં આવે છે.