તાપી જીલ્લાના વ્યારા મથક આવેલ પ્રોજેક્ટ લોન ના નામે છેતરપિંડી.
વ્યારા શહેરમાં આવેલ અમુક પ્રોજેક્ટ લોન અપાવવા ની લાલચ માં છેતરપિંડી આચરવામાં આવી રહી છે.સહુ પ્રથમ ગ્રાહકો ને લોન માટે, પેઢી ફાયનાન્સ દ્વારા એજન્ટ થકી ગ્રાહકો નો સંપર્ક કરવામાં આવે છે.ઓફીસ ની મહીલા કર્મચારીઓ દ્વારા ફોન મારફતે ડોક્યુમેન્ટ ની માહિતી આપવામાં આવે છે જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક ચેક તથા પાસપોર્ટ ફોટા મંગાવવામાં આવે છે એ પછી બે દિવસ પછી ફાયનાન્સ પેઢી દ્વારા મહિલા કર્મચારીઓ ગ્રાહકો ને ફોન કરી કહેવામાં આવે છે કે આપની લોન ૫ લાખ ની પાસ થઈ છે.આ વાત ને લઈ ગ્રાહક આ છેતરપિંડી કરનાર ફાયનાન્સ પેઢી ની વાતો આવી હા માં હા મિલાવી ને ગમે તે હીસાબે લોન લેવા રાજી થતાં હોય છે.પરંતુ લોન પાસ કરાવવા માટે ફાયનાન્સ પેઢી દ્વારા ૨૫ થી ૩૦% એડવાન્સ પેટે લેવામાં આવે છે એ કેમ લેવામાં આવે છે એ તો ફાયનાન્સ પેઢી જાણે અંતે આ વાત ને ગમે તેમ કરી ગ્રાહક ને બાટલી માં ઉતારી ૨૫ થી ૩૦ % એડવાન્સ રકમ લઈ ને પેઢી નો મહાઠગ રફુચક્કર થઈ જાય છે અને આખરે ગ્રાહકો ને નથી મળતી લોન કે નથી મળતી એડવાન્સ આપેલી રકમ જો આ વાત ગ્રાહક પેઢી ના મહાઠગ ને ફોન કરી પુછવામાં આવે કે સાહેબ અમારી લોન ન થાય તો કંઈ નહીં પરંતુ અમારા દ્વારા આપવામાં આવેલી રકમ તો પાછી આપો પણ મહાઠગ ની માથે ચાર હાથ હોઈ કોઈ ની બીક કે કાયદા કાનુન ખીસ્સા માં રાખું છું એમ કહી ધમકી આપવામાં આવે છે.ગ્રાહક જો ઓફીસે મુલાકાત માટે આવે તો મહીલા કર્મચારીઓ દ્વારા તોછડી ભાષામાં વર્તન કરવામાં આવે છે.અને વધુ કંઈ ગ્રાહક બોલે તો મહીલા પોલીસ બોલાવી ને ડરાવાની કોશિશ કરે છે જેથી ગ્રાહકો ડરી ને અંતે મન થી ભાગી પડે છે.આવા અનેક કીસ્સા વ્યારા અને આજુબાજુના વિસ્તારના લોકો સાથે બન્યા છે.અમારા મિડીયા ના માધ્યમ થી જો આ વાત તંત્ર સુધી પહુંચે અને આવા મહાઠગ થી લાચાર ગ્રાહકો ના મહેનત ના પૈસા બચે એવી અપેક્ષા.
અહેવાલ – સંજય ગાંધી