Tuesday, December 24, 2024

મારઝૂડ કરી તરછોડી દેવાયેલ મૂળ એમ.પી.ની મહિલાનું પુનઃસ્થાપન કરાવતી સખી વન સ્ટોપ સેન્ટર તાપી.

મારઝૂડ કરી તરછોડી દેવાયેલ મૂળ એમ.પી.ની મહિલાનું પુનઃસ્થાપન કરાવતી સખી વન સ્ટોપ સેન્ટર તાપી.

 

(સંજય ગાંધી, તાપી) : ભારત સરકાર દ્રારા પુરુસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા સંચાલિત એકજ સ્થળેથી હિંસા પીડિત મહિલાને મદદપુરી પાડવાની કેન્દ્ર સરકાર ની યોજનાને સફળ બનાવતી કહાની.

 

૧) અરજદાર બેનનુ નામ- સબીના શહેજાદઅલી ખાન ( નામ બદલેલ છે.)

 

તારીખ-૮/૧૧/૨૦૨૪ના રાત્રીના ૩:૨૨ કલાકે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્રારા લાવવામા આવેલ. અરજદાર બેનનુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે અરજદાર બેનનુ મુળવતન મધ્યપ્રદેશના હોય અને હિન્દુ સમાજના હતા. અરજદારબેને ઉત્તરપ્રદેશના મુસલમાન યુવક સાથે ચાર વર્ષ અગાઉ ભગાડી ગયેલ અને મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરેલ.જેથી અરજદારબેનને તેમના ઘરે પિયરમા પણ બોલાવતા નહતા. તેમના સાસુ સસરા પણ અરજદારબેનને અને તેમના પતિને ઘરે રાખવા માગતા ન હતા. આથી અરજદારબેન અને તેમના પતિ સંજોગો વસાત ૩ વર્ષથી ઉત્તરપ્રદેશ છોડીને કામધંધાની શોધમા સુરત ખાતે આવેલ. ત્યા બરોડાપ્રિસ્ટેજ બજાર સુરત ખાતે સિલાઈકામની કંપનીમા રહેતા હોય. અને પોતાનુ ગુજરાન ચલાવતા. તેમના પતિ લગ્ન થયા પછી તેમને સારી રીતે રાખતા હતા. ખુબ શાંતિનુ જીવન વ્યતિત કરતા સમય પસાર થતા અરજદારબેનના પતિને મળવા માટે અરજદાર બેનના દિયર સુરત આવેલ અને બે થી ત્રણ દિવસ થયેલ. અરજદાર બેન સિલાઈકામનુ કામ કરતા હોવાથી કામ કરવા માટે જતા રહેલા એ સમયે અરજદારબેનના પતિને દિયર નાની-મોટી વાતોમા આવી ચડામણી કરતા અને બેથી ત્રણ દિવસ ની અંદર બેનના પતિ નું અચાનક વર્તન બદલાતા અરજદાર બેન સાથે તેમના પતિને અરજદાર બેનને ના સ્વીકાર કરવાની વાતો કરતા અને છૂટાછેડા કરવા માટે કહેતા. પરંતુ અરજદારબેનને તેમના પતિ પર વિશ્વાસ હોવાથી તેમની વાતો હસી મજાક સમજી મનમાં લેતા નહી.

 

તારીખ 17/11/24 ના રોજ અરજદાર બેન ને સામાન્ય બાબતમાંથી પતિએ મારપીટ કરેલ અને અરજદાર બેનને જણાવેલ કે આપણા વતન જવાનું છે માટે તુ તૈયાર થઈ જા આમ કહેલ અરજદાર બેન તેમની વાતોમાની પોતાના વતન ઉત્તરપ્રદેશ જવા માટે તૈયાર થઈ ગયેલ. સુરત થી અરજદાર બેન તેમના પતિ અને દિયર તેમના વતન આવવા માટે રવાના થયેલ. સુરતથી રાત્રિના સમયે ઉપડતી ટ્રેનમાં ત્રણે જણા બેસી ગયેલ અને અરજદાર બેનના પતિ અને દિયરે અરજદાર બેનને વ્યારા રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ જણાવેલ કે હવે આપણુ વતન દૂર નથી અહીંથી આપણે રિક્ષા કરી આપણા વતન જવા રવાના થશુ. અરજદાર બેન આ વિસ્તારથી અજાણ્યા હતા. દિયર અને પતિ પર વિશ્વાસ રાખી વ્યારા રેલવે સ્ટેશન પર ઉતરી પડેલ. ત્યાં તેમના પતિએ અને દિયરે અરજદાર બેનને સૂમસામ જગ્યા પર લઈ જઈ ખૂબજ ગંભીર રીતે મારઝૂડ કરેલ. તેમજ દિયરે પણ અરજદાર બેનને ગળું દબાવી દિધેલ.એ સમયે અરજદાર બેન બેહોશ થઈ જતા મૃત્યુ પામેલ છે એમ જાણી ગાડીના પટરી પર અરજદાર બેનને સુવડાવીને દિયર તેમજ પતિ ભાગી ગયેલ.

 

રાત્રિના સમયે રેલવે સ્ટેશનના કોન્સ્ટેબલ ફરવા માટે નીકળેલ એવા સમયે અરજદાર બેનને ગાડીના પટરી પર જોયેલ. અરજદાર બેન બેહોશ હોવાથી અને ઠંડીના માર્યા કશું બોલી શકતા ન હોવાથી તેમણે અરજદાર બેન નું સ્ટેટમેન્ટ લીધેલ પરંતુ અરજદારબેન સ્ટેટમેન્ટ આપી શકે એવી હાલત ન હોવાથી રેલવે સ્ટેશનના કોન્સ્ટેબલે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરેલ અને રેલવે સ્ટેશન પરથી અરજદાર બેનને આશ્રય અને કાઉન્સિલિંગ માટે સખીવન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવેલ. ત્યારબાદ અરજદાર બેનને તારીખ 18/11/2024 ના રોજ સેન્ટરવતી તબીબી સારવાર કરાવવામાં આવેલ. તેમની તબિયત સારી થતા અરજદાર બેન પાસેથી તેમના પતિનો સંપર્ક નંબર મેળવેલ. પરંતુ એ નંબર સ્વીચ ઓફ આવતો હોવાથી મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી જાણવાજોગ ની અરજી દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ બીજા દિવસે અરજદાર બેનના પિયર નો સંપર્ક નંબર મેળવેલ અને અરજદાર બેનના માતા સાથે વાતચીત કરેલ. પરંતુ તેઓ મધ્યપ્રદેશથી આવી શકે તેમ ન હોય. તેથી અરજદાર બેનના પતિ નો બીજો કોન્ટેક્ટ નંબર આપેલ. જે નંબર દ્વારા અરજદાર બેનના પતિ સાથે ટેલિફોનિક વાતચીત કરેલ. અરજદારબેન ના પતિને સેન્ટર ખાતે લેવા માટે બોલાવેલ પરંતુ પતિ આવવા તૈયાર ન હોય. જેથી વ્યારા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ. અરજદાર બેનના પતિ તારીખ 23/11/2024ના રોજ સેન્ટર ખાતે લેવા માટે આવેલ. જ્યાં તેમના પતિનું સેન્ટર વતી કાઉન્સિલિંગ કરી, સલાહ સૂચનો આપવામાં આવેલ. અરજદાર બેન તેમના પતિ સાથે જવા માગતા હોય અને પતિ પણ અરજદાર બેનને લઈ જવા માંગતા હોય. જેથી અરજદાર બેનનો કબ્જો તેમના પતિને સોંપવામાં આવેલ. અરજદાર બેનને સહી સલામત તેમના પતિ સાથે પુનઃસ્થાપન કરાવી “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી દ્રારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.

 

આમ, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી સંચાલિત ભારત સરકાર પુરસ્કૃત “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ મેડમ અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્રસંચાલક મધુબેન પરમાર અને કેસવર્કર અનુરાધાબેન ચૌધરી તથા કાઉન્સેલર પ્રિયંકાબેન, રેલ્વે પોલીસ અને વ્યારા ટાઉન પોલીસ ની મદદથી બંને પક્ષકારોની મરજીથી પુનઃસ્થાપન કરાવવામાં આવેલ. અરજદારબેન અને તેમના પતિ દ્રારા સખી વન સ્ટોપ સેન્ટર તાપીનો આભાર માન્યો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores