Tuesday, December 24, 2024

પુષ્પા-2 અલ્લુ અર્જુન માટે ઉપાધિ લઈને આવીઃ મહિલાના મોત મામલે અભિનેતા સામે એફઆઈઆર.

પુષ્પા-2 અલ્લુ અર્જુન માટે ઉપાધિ લઈને આવીઃ મહિલાના મોત મામલે અભિનેતા સામે એફઆઈઆર.

 

બ્યુરો રિપોર્ટ – અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2નું સ્ક્રિનિંગ અમુક શહેરોમાં આજથી જ થઈ ગયું છે અને ફિલ્મને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ આ ફિલ્મ અભિનેતા માટે પરેશાની લઈને આવી છે. ફિલ્મના પ્રમોશન સમયે આર્મી શબ્દના ઉપયોગ બદલ તેની સામે ગુનો નોંધાયો હતો ત્યારે હવે ગુરુવારે હૈદરાબાદ ખાતે સંધ્યા થિયેટરમાં થટેલી ભાગદોડ અને લાઠીચાર્જમાં એક મહિલાનું મોત થયું છે તો તેનો પુત્ર બેહોશ થયો છે ત્યારે અભિનેતા અને થિયેટરના સંચાલકો સામે પોલીસે એફઆઈઆર નોંધી છે.

 

આ થિયેટરમાં પુષ્પાનો શૉ ચાલી રહ્યો હતો અને ફેન્સ ફિલ્મ જોવા આવ્યા હતા ત્યારે અચાનક અલ્લુ અર્જુને એન્ટ્રી કરી અને પોતાની કારની ટૉપ રૂફ કે સન રૂફ માંથી બહાર નીકળી ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું. પોતાનાફેવરીટ સ્ટારને જોવા ફેન્સ દોડ્યા અને તેમાં ધક્કામુક્કી થતાં 39 વર્ષીય રેવતીનું મોત થયું હતું ને તેનો સાત વર્ષીય બાળક બેહોશ છે અને હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ ઘટના બાદ પોલીસે અલ્લુ અને સંચાલકો સામે એફઆઈઆર નોંધી છે. અલ્લુએ હું મારા ફેન્સને પ્રેમ કરું છું અને તેમને મળવા આવ્યો હતો, તેમ જણાવ્યું

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores