તાપી જિલ્લામાં આગામી ૨૪ ડિસેમ્બર તાલુકા અને ૨૬મી ડિસેમ્બરના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે.
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ ડિસેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે.
–
સંજય ગાંધી,તાપી ૦૬: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા ડિસેમ્બર – ૨૦૨૪નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી ૨૪મી ડિસેમ્બર ,મંગળવાર તથા જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ૨૬મી ડિસેમ્બરના રોજ યોજાશે.
જેમાં ૨૪મી ડિસેમ્બર ના રોજ, કુકરમુંડા તાલુકામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી,કુકરમુંડા ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે, વ્યારા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. સોનગઢ તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, વાલોડ તાલુકામાં જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે, ઉચ્છલ તાલુકામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, ડોલવણ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, નિઝર તાલુકામા પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
જયારે તાપી જિલ્લા માહે. ડિસેમ્બર -૨૦૨૪ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬.૧૨.૨૦૨૪ ગુરુવાર ના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે.
અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા. ૧૦/૧૨/૨૦૨૪ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે,તથા જિલ્લા કક્ષાની સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ જિલ્લાના સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.