Monday, December 23, 2024

અરવલ્લી: મેઘરજ તાલુકામાં મોડી રાતે પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

અરવલ્લી: મેઘરજ તાલુકામાં મોડી રાતે પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

 

  1. સંજય ગાંધી – ધાર્મિક સ્થાન પર 2 જૂથ વચ્ચે અચાનક પથ્થરમારો થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવની જાણ નજીકના પોલીસ સ્ટેશને થતાં પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મામલો વધુ બિચકાય તે પહેલા જ સ્થિતિને સંભાળી હતી. જોકે, પથ્થરમારાની આ ઘટનામાં 1 હોમગાર્ડ જવાન સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે તોફાને ચડેલા ટોળાએ 1 ગાડીના કાચ ફોડીને તેને નુકસાન પહોંચાડ્યું હતું. આ પથ્થરમારાની ઘટના કયા કારણોસર બની તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર મેઘરજ ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores