અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઈડર નગર દ્વારા શ્રી વેદાંત સ્કૂલ ઓફ નર્સિંગ કૃષ્ણનગર ઈડર ખાતે સામાજિક સમરસના દિવસ નિમિત્તે “સંગોષ્ઠી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યુ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઈડર નગર દ્વારા સામાજિક સમરસતા દિવસ નિમિત્તે “સંગોષ્ઠી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. વેદાંત સ્કૂલ ઓફ નર્સિંગ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઈડર નગર દ્વારા મુખ્ય વક્તા ગાંધીનગર વિભાગ ગૌ સેવા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને વેદાંત સ્કૂલ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ મનીષભાઈ સોલંકીને ફુલછડી અને મોમેન્ટો આપી સ્વાગત બહુમાન કરવામાં આવ્યું. ઈડર નગર મંત્રી અનિલસિંહ ડાભી દ્વારા અ.ભા.વિ.પનો પરિચય આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા પૂર્વ અને હાલના સમય અનુરૂપ સામાજિક સમરસતા વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા સંયોજક કેનીભાઈ પંચાલ, ઈડર નગર કાર્યકર્તાઓ અને વેદાંત નર્સિંગ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891