સૌરાષ્ટ્ર ના તાલાલા ના નવાઝ ખાન ની ISPL- 2 માં સૈફ અલીખાન ની ફ્રેન્ચાઈજી એ ૫.૫ લાખ ખરીદ્યો.
(અહેવાલ – સંજય ગાંધી) ક્રિકેટ ની રમત એટલે અત્યાર ના યુવાનો માં જાણે જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે અને એ હરીફાઈ માં અત્યારે યુવાનો ખુબ આગળ વધી રહયા છે. ભારત દેશ માં યુવાનો ક્રિકેટ ને વધુ મહત્વ આપી રહ્યા છે.ત્યારે એજ રીતે અલગ અલગ રાજ્ય માં ખુબ મોટી ટુર્નામેન્ટ રમાતી હોય છે અને આ રમત થી યુવાનો ની પ્રતિભા બહાર આવતી હોય છે અને ખેલાડી ઓને ફ્રેન્ચાઇજી દ્વારા ખરીદવામાં આવે છે અને ખેલાડી ઓને સારી આવક પણ થતી હોય છે જેથી યુવાનો પણ આ ક્ષેત્રે પોત પોતાનું પરફોર્મન્સ બતાવી રહયા છે.આવી જ રીતે સૌરાષ્ટ્ર ના તાલાલા પંથકના નવાઝ ખાન નામના ખેલાડી ની પસંદગી ISPL -2 માં સૈફ અલીખાન ની ફ્રેન્ચાઇઝી ટાઈગર ઓફ કલકત્તા માં ૫.૫ લાખ માં ખરીદી કરવામાં આવી હતી.અંડર ૧૯ ની કેટેગરીમાં સૌથી મોંઘો ખેલાડી નવાઝ ખાન રહ્યો હતો.આ ખુશી નો માહોલ સમગ્ર સૌરાષ્ટ્ર અને તાલાલા પંથકમાં છવાઈ ગયો હતો.