સાબરકાંઠા ના આસિફ લુહાર ની ISPL- 2 માં માંજી મુંબઈ ની ફ્રેન્ચાઈજી એ ૩.૦ લાખમાં ખરીદ્યો.
(અહેવાલ – સંજય ગાંધી સાબરકાંઠા) હિંમતનગર ના રહેવાસી આસિફ લુહાર બચપન થીજ પિતા ઈકબાલભાઈ લુહાર સાથે ક્રિકેટ માં રસ દાખવ્યો હતો પિતા ઈકબાલભાઈ લુહાર સમગ્ર ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા માં નામચીન ખેલાડી રહી ચુક્યા છે જેની પ્રેરણાથી આસિફે પણ ક્રિકેટ ની દુનિયા માં પગ મૂક્યો શરૂઆતમાં ખૂબ તકલીફો આવી પરંતુ સમય જતાં ક્રિકેટ માં ખુબ મહેનત કરી અને આજે ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા નો ચમકતો સિતારો કહેવામાં આવે છે ક્રિકેટ ની રમત માં આસિફે અનેક રેકોર્ડ સર્જ્યા છે અને આજે ISPL – 2 માં ૩.૦ લાખ રૂપિયા માં અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા નામી કલાકારો ની ટીમ સામેલ થયા.આસિફ લુહાર ના નામે ફાસ્ટેટ ફીફટી અને ફાસ્ટેટ સેન્ચુરી ના પણ રેકોર્ડ સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં રહી ચુક્યા છે.આસિફ લુહાર જણાવે છે બચપન થી જ ક્રિકેટ પ્રત્યે ની મારી લાગણી અને મહેનત જોઈ ને પિતા,ભાઈ અને પરિવારે ખુબ સહયોગ કર્યો છે
જેથી હું આજે આ મુકામે પહુચ્યો છું.મારી સાથે રમનાર મારા મિત્રો અને ખેલાડીઓ પાસે પણ મને ઘણું બધું શિખવા મળ્યું છે.આ સાથે એમને એમની ફ્રેન્ચાઇઝી માંજી મુંબઈ અને ટીમના તમામ નો ટીમ માં સામેલ કરવા માટે આભાર માન્યો હતો.






Total Users : 146004
Views Today : 