પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન ICUમાં દાખલ, સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર હેઠળ.*બ્રેકિંગ*….
*તબલાં વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન નું નિધન, ૭૩ વર્ષીય ઝાકિર હુસેનને હ્રદય રોગનો હુમલો થતાં અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો ની હોસ્પીટલ માં કરાયા હતાં*
પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને હૃદયની તકલીફ બાદ સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝાકિર હુસૈનના સાળા અયુબ ઓલિયાએ આ માહિતી આપી છે. ઉસ્તાદ ઝાકિર હુસૈનના મિત્ર અને વાંસળી વાદક રાકેશ ચૌરસિયાએ આ માહિતી શેર કરી છે. રાકેશ ચૌરસિયાએ કહ્યું કે તેમની તબિયત ખરાબ છે અને હાલમાં તે ICUમાં દાખલ છે. અમે બધા તેની હાલત વિશે ચિંતિત છીએ.ઉસ્તાદ ઝાકિર હુસૈનની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે 73 વર્ષીય અમેરિકન સંગીતકાર બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત હતા. તેમણે કહ્યું કે હૃદય સંબંધિત સમસ્યાને કારણે તેઓ છેલ્લા એક સપ્તાહથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ છે. તમને જણાવી દઈએ કે ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા અલ્લાહ રખા પણ પ્રખ્યાત તબલા વાદક હતા.પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 1951માં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈન દુનિયાના મહાન તબલાવાદકોમાંના એક ગણાય છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. 1999 માં તેમને યુએસ નેશનલ એન્ડોવમેન્ટ ફોર ધ આર્ટ્સ દ્વારા નેશનલ હેરિટેજ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી જે પછી ઉસ્તાદ ઝાકિર હુસૈનને ભારતીય શાસ્ત્રીય સંગીતના વૈશ્વિક એમ્બેસેડર તરીકે ઓળખવામાં આવ્યા હતા.વ્હાઇટ હાઉસમાં પરફોર્મન્સ આપ્યું
તબલા ઉસ્તાદ ઉસ્તાદ ઝાકિર હુસૈન એવા પ્રથમ ભારતીય સંગીતકાર છે જેમને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા દ્વારા ઓલ-સ્ટાર વૈશ્વિક કોન્સર્ટ માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો તેમણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. જ્યારે સાત વર્ષની ઉંમરે તેમણે પહેલું પરફોર્મન્સ આપ્યું હતું.