Sunday, January 5, 2025

કાતિલ દુલ્હન… લગ્નના 4 દિવસ પછી કરી નાખી પતિની હત્યા, કાકાના છોકરાને કરતી હતી પ્રેમ.

કાતિલ દુલ્હન… લગ્નના 4 દિવસ પછી કરી નાખી પતિની હત્યા, કાકાના છોકરાને કરતી હતી પ્રેમ.

 

સંજય ગાંધી દ્વારા -૧૬/૧૨ ગુજરાતના ગાંધીનગરમાં એક રૂંવાટા ઉભા કરનારી ઘટના સામે આવી છે. લગ્નના ફક્ત ચાર દિવસ પછી જ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મારવાનુ રચ્યુ ષડયંત્ર. યુવકને કિડનેપ કરાવ્યો અને તેની હત્યા કરી નાખી. આરોપી યુવતી પોતાના કાકાના છોકરાને પ્રેમ કરતી હતી. પ્રેમમાં એટલી પાગલ હતી કે તેને પતિને રસ્તામાંથી હટાવવામાં જરાપણ સંકોચ ન કર્યો. પોલીસે હત્યાનો ખુલાસો કરતા બધા આરોપીઓની ધરપકડ કરી લીધી છે.લગ્નના ચાર દિવસ પછી થઈ હત્યા

મૃતકની ઓળખ અમદાવાદના ભાવિકના રૂપમાં થઈ, જેના લગ્ન ગાંધીનગરની પાયલ સાથે થયા હતા. ભાવિક શનિવારે પોતાની પત્ની પાયલ ને તેના પિયર લેવા ગયો હતો. પણ જ્યારે તે ત્યા સમય પર ન પહોચ્યો તો પાયલના પિતાએ ભાવિકના પિતાને ફોન કર્યો. જેના પર ભાવિક ના પિતાએ જણાવ્યુ કે તે તો ખૂબ પહેલા જ ઘરેથી નીકળી ચુક્યો હતો. ત્યારબાદ પાયલના પરિવારે તેને શોધવાની શરૂઆત કરી.

 

કેવી રીતે થયો ષડયંત્રનો પર્દાફાશ ?

 

શોધ દરમિયાન ભાવિકની બાઈક રસ્તા પર પડેલી મળી. પ્રત્યક્ષદર્શીઓ મુજબ બાઈક સવાર યુવકનુ ત્રણ લોકો અપહરણ કરી લઈ ગયા હતા. તેમણે તેમની એસયુવીથી બાઈકને ટક્કર મારી જેનાથી યુવક પડી ગયો અને પછી તેને ગાડીમાં ખેંચી લીધો. પરિવારે તરત જ પોલીસને સૂચના આપી. પોલીસે આ મામલાની તપાસ કરે અને જાણ્યુ કે ભાવિકના લગ્ન માત્ર ચાર દિવસ પહેલા જ થયા હતા. આ વાત તેમને શંકાસ્પદ લાગી. જ્યારે પોલીસે પાયલની પૂછપરછ શરૂ કરી તો તેણે દબાણમાં આવીને ષડયંત્રનો ખુલાસો કરી દીધો.

પ્રેમી અને સહયોગીઓએ કરી હત્યા

પાયલે જણાવ્યુ કે તે લગ્ન પહેલા પોતાના પિતરાઈ કલ્પેશને પ્રેમ કરતી હતી. પણ પરિવારે તેના લગ્ન ભાવિક સાથે કરાવી દીધા. તેનાથી નારાજ થઈને પાયલે પોતાના પ્રેમી કલ્પેશ સાથે મળીને ભાવિકને રસ્તેથી હટાવવાની હોજના બનાવી. ઘટનાના દિવસે પાયલે ભાવિકને ફોન પર તેની લોકેશન પૂછી અને આ માહિતી કલ્પેશને આપી દીધી. કલ્પેશે પોતાના બે મિત્રો સાથે મળીને ભાવિકનુ અપહરણ કર્યુ અને પોતાની એસયુવીમાં તેનુ ગળુ દબાવીને તેને મારી નાખી. પછી બોડીને નર્મદા નહેરમાં ફેંકી દીધી.

 

બધા આરોપીની ધરપકડ

પોલીસે પાયલ અને ત્રણેય આરોપીની ધરપકડ કરી દીધી છે. પૂછપરછમાં કલ્પેશે પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો. પોલીસે હત્યા, અપહરણ અને ષડયંત્રની ધારાઓ હેઠળ મામલો નોંધી લીધો છે. હાલ મામલાની ઊંડી તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યુ કે પાયલે પોતે ફોન કરી ભાવિકની લોકેશન લીધી અને આ માહિતી કલ્પેશને આપી.. પાયલે સ્વીકાર કર્યુ કે તે કલ્પેશને પ્રેમ કરતી હતી અને લગ્ન પછી તે પોતાના પતિને રસ્તામાં હટાવવા માંગતી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores