હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા આરોપીને પકડી પાડવામાં ટીમ નંબર 4 ને સફળતા મળી
નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ની સૂચનાથી પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠાના સાબરકાંઠા જિલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમ બનાવેલ હતી તે મુજબ શ્રી પાયલ સોમેશ્વર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સાબરકાંઠાના માર્ગદર્શન આપ્યું તે મુજબ ટીમ નંબર ચાર તથા પાંચ ના ઇન્ચાર્જ શ્રી ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા ના ટીમ નંબર ચાર ના ઇન્ચાર્જ શ્રી એસ જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના સૂચના આપતા તેઓ તેમની ટીમ સાથે સતત કાર્યશીલ હતા
જે અંતર્ગત ટીમ નંબર ચાર ના ઇન્ચાર્જ શ્રી એસ જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે ના છતાં ફરતા આરોપીઓ પકડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કો. મિનેષભાઈ ડાહ્યાભાઈ અને પો.કો. કમલભાઈ રણજીતભાઈ ખાનગી રહે બાતમી મળતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હાલમાં ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ નજીક હોવાની બાતમી મળતા શ્રી એસ જે ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ જઈ અચાનક તપાસ કરતા આરોપી મળી આવતા તેની વધુ પૂછપરછ કરતા તેમ જ ખાતરી કરતા આરોપી ગુન્હામાં નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવેલ જેથી નાસ્તા ફરતા આરોપી રમેશભાઈ શકુરાભાઈ પારગી રહે.સડા (સાદતો ફળો) તાલુકો કોટડા છાવણી જિલ્લો ઉદેપુર રાજસ્થાન વાળાને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન એ અટકાયત કરી આગળની કાર્યવાહી કરવા હિંમતનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો
કામગીરી કરનાર અધિકારી:
ડી.આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર
એસજી ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર
પો.કો. પ્રવિણસિંહ મકનસિંહ
પો.કો. મીનેષભાઈ ડાયાભાઈ
પો.કો. કમલભાઈ રણજીતભાઈ
પો.કો. કિશનભાઇ ગોવિંદભાઈ
ડ્રા.પો.કો. જતીનભાઈ નટુભાઈ
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891