Wednesday, December 18, 2024

ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર આરોપીઓને કુલ કિ.રૂ. ૯,૮૩,૮૯૨/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ.

ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર આરોપીઓને કુલ કિ.રૂ. ૯,૮૩,૮૯૨/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ.

 

સંજય ગાંધી તાપી તા.૧૭ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી જે.બી. આહીર એલ.સી.બી. તાપી તથા સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલ હતા. જે અનુસંધાને આજરોજ અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળેલ કે, “મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક ટ્રક નંબર GJ-07-UU-1535 માં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરાઇને આવે છે અને તે કુકરમુંડા તાલુકાના પીશાવર ગામ થઇ જનાર છે “ જે બાતમી આધારે કુકરમુંડા તાલુકાના પીશાવર ગામના બસ સ્ટેન્ડ પાસે આવી રોડ ઉપર નાકાબંધી કરાઈ હતી . બાતમીવાળી ટ્રક મહારાષ્ટ્ર રાજ્ય તરફથી આવતા રોકી રોડની સાઇડમાં કરાવી ચેક કરતા ટ્રકની બોડીના ભાગે જોતા ટ્રકના પાછળના ભાગે કાળા કલરની તાડપત્રી બાંધેલ હોય જે તાડપત્રી ખોલી જોતા તેના નીચેના ભાગે અલગ અલગ પ્રકારની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ તથા બીયરના બોક્ષ ભરેલ હોય આરોપી-(૧) મહેશ રામચંન્દ્ર ભાભોર ઉ.વ.૨૯ રહે.કાલીપાન મલવાસા ફસ્ટ્ર તા.જી.વાંસવાડા રાજસ્થાન નો પોતાના કબ્જાના અશોક લેલન ટ્રક નં.- GJ-07-UU-1535, જેની આશરે કિં.રૂ.૭,૦૦,૦૦૦/-માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂના કુલ બોક્ષ-૭૩ માંની સીલબંધ નાની મોટી કુલ બોટલો/ટીન નંગ-૧૪૫૨ જેની કુલ કિં.રૂ.૨,૭૮,૮૯૨/-નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા, મોબાઇલ નંગ-૦૧, આશરે કિં.રૂ ૫,૦૦૦/-, અશોક લેલન ટ્રક નં.- GJ-07-UU-1535ના પોલીસી, ફિટનેસ સર્ટી, પી.યુ.સી.ના કાગળો મળી કુલ્લે રૂ. ૯,૮૩,૮૯૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સોંપેલ છે.

 

કામગીરી કરનાર ટીમ :-

 

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. શ્રી જે.બી. આહીર એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઈ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગમ્બર, પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા ડ્રા.પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇએ કામગીરી કરેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores