- પાળીયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા માં બોટાદ તાલુકા પંચાયત તથા બોટાદ જિલ્લા પંચાયત ના નવનિયુક્ત હોદેદારો દર્શને
આજરોજ તારીખ ૧૩/૦૯/૨૦૨૩ ને બુધવાર ના રોજ બોટાદ તાલુકા પંચાયત ના નવનિયુક્ત પ્રમુખ શ્રી મંજુબેન પ્રભુભાઇ બારૈયા પાળીયાદ, શ્રી કનુભાઇ ગોબરભાઇ રાઠોડ (જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રી), શ્રી નરેન્દ્રસિંહ રતનસિંહ ડોડીયા કેરીયા (કારોબારી ચેરમેનશ્રી તાલુકા પંચાયત બોટાદ), શ્રી મધુબેન પ્રેમજીભાઇ કાનેટીયા ભદ્રાવડી(તાલુકા પંચાયત ઉપ પ્રમુખશ્રી) પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના અને પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના દર્શને આવેલ અને પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લીધેલ ત્યારબાદ પૂજ્ય શ્રી બા અને ભયલુબાપુ એ નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુબેન ને અને સર્વે ને ઠાકર વિહળાનાથ ની છબી આપી સન્માન કરી શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા
અહેવાલ કનુભાઈ ખાચર