સાબરકાંઠા……
વડાલી તાલુકા પંચાયતમાં મુદત પૂરી થતાં નવીન પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લાની વડાલી તાલુકા પંચાયત જેમાં પ્રમુખની સીટ માટે અઢી વર્ષની મુદત પૂરી થઈ હતી અને મહિલા એસસી ની સીટ હતી જેમાં ડોભાડા તાલુકા પંચાયત સીટ પરથી જીતેલ ચેતનાબેન જગદીશ કુમાર પરમારની વરણી કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ તરીકે રજ્જુસિંહ ઈશ્વરસિંહ ડાભીની નિમણૂક કરી હતી તો કારોબારી અધ્યક્ષ તરીકે નાદરી તાલુકા પંચાયત સીટ પરથી જીતેલ નિશાબેન નરેશભાઈ પટેલની નિમણૂક કરી હતી આ તમામની જાહેરાત વડાલી તાલુકા પંચાયતમાં મળેલ સામાન્ય સભામાં કરવામાં આવી હતી વડાલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી બળવંતસિંહ રાજપૂત અને જિલ્લા શિક્ષણ અધિકારી ચૌધરી સાહેબની હાજરીમાં જાહેરાત કરવામાં આવી હતી નવીન જાહેર થયેલ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષનું ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષક અને સિનિયર કાર્યકર્તાઓ જેમાં તખતસિંહ હડિયોલ હરિસિંહ ભાટી અશ્વિન પટેલ અમૃતભાઈ પટેલ રમેશ પટેલ પૂર્વ પ્રમુખ બાબુભાઈ ખાંટ પ્રકાશસિંહ ચંપાવત નરેન્દ્રસિંહ વાઘેલા ખુશાલ વાઘેલા તથા અન્ય કાર્યકર્તાઓ દ્વારા ફુલહાર અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા