ડીસામાં રાત્રે 11 વાગ્યા પછી ખાણીપીણીની લારીઓ પોલીસે બંધ કરાવી.
ડીસા શહેરમાં ચોરી લૂંટ સામાન્ય બોલચાલમાં મારામારી જેવી ઘટનાઓ પર અંકુશ લાવવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ એસ.ડી. ચૌધરી અને દક્ષિણ પોલીસ સ્ટેશનના વી.એમ. ચૌધરી દ્વારા ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા તમામ મર્યામાં કડક પેટ્રોલિંગ સાથે કડક વાહન ચેકિંગ અને શહેરમાં રોમિયોગીરી કરતા રોમિયો સહિત અસામાજિક તત્વોને શોધી શોધીને કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું .રિપોર્ટર = પરબત દેસાઈ