Wednesday, October 23, 2024

અમીરગઢ પોલીસ બોર્ડર ચેક પોસ્ટ પરથી પોલીસે દારૂ ઝડપી પાડ્યો

 

 

અમીરગઢ પોલીસ બોર્ડર ચેક પોસ્ટ પરથી પોલીસે દારૂ ઝડપી પાડ્યો

 

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ ઉપર થી અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડી ઝડપી પાડી છે જેમાં અમીરગઢ પોલીસ ગુજરાત બોર્ડર ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનોની ઝણવટ ભરી તપાસ કરી રહી હતી તે સમયે એક મારુતિ કંપની ની સ્વીફ્ટ ગાડી નંબર GJ-02-BD-7549 શંકાસ્પદ લાગતા પોલીસે તેને ગાડી સાઈડમાં કરવાનો ઈશારો કરતા ઉપરોક્ત ગાડી ના ચાલકે ગાડી થોડી આગળ રોડ ની સાઈડ માં ઉભી રાખી બાવળ ની ઝાડી માં નાસી ગયો હતો. જે પછી સ્વીફ્ટ ગાડી ને પોલીસ સ્ટેશન માં લાવી તેમાં ચેક કરતા તેમાં ખાખી કલર ના બોકસો ભરેલા હતા. જે બોકસો ને તપાસ કરતા તેમાં ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ના ટીન બિયર ની પેટીઓ ભરેલ હતી. ગુજરાતમાં દારૂ ઘુસાડવા ના પ્રયત્ન કરતો ઈસમ નાસી છૂટ્યો હતો. અમીરગઢ પોલીસ વાહન ચેકીંગ દરમિયાન રાજેસ્થાન તરફથી આવતી સ્વીફ્ટ ગાડી માંથી દારૂ ગુજરાતમાં ઘૂસે તે પહેલા ગુજરાત ચેક પોસ્ટ પરથી દારૂ ઝડપી પાડ્યો હતો.

જોકે અમીરગઢ પોલીસે કુલ મુદ્દામાલ કબ્જે લઈ સ્વીફ્ટ ગાડી માંથી જે કુલ પેટી નંગ 35 કુલ ટીન બિયર નંગ 840 મળી આવી હતી જે કુલ 840 જેટલી બોટલો જેની કિંમત 10 લાખ આઠસો તથા સ્વીફ્ટ ગાડી ની કિંમત 3 લાખ સાથે મળી કુલ 4 લાખ આઠસો નો વિદેશી દારૂ નો જથ્થો ગેરકાયદેસર વગર પાસ પરમીટે ગુજરાત માં ગુસાડવાનું ષડ્યંત્ર રચી હેરાફેરી કરી ગાડી મૂકી ભાગી જઇ ગુનો કરેલ હોય જેની વિરુદ્ધ માં અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

 

અહેવાલ :- મેમન વાહિદ(ઈકબાલગઢ)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores