હિંમતનગર ના મોતીપુરા વિસ્તારમાં નંદી મહારાજ નું રેસ્કયુ કરવામાં આવ્યું
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
આજ રોજ સાબરકાંઠા ના હિંમતનગર તાલુકા માં મોતીપુરા વિસ્તારમાં સ્ટારસિટી ની આગળ એક ખાડા માં નંદી મહારાજ ફસાઈ ગયેલા એમની જાણ હિંમતનગર ના જીવદયા પ્રેમી મિતુલ ભાઈ વ્યાસ તથા કુમાર ભાટ ને થતા તેમને તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ તથા NHAI ટીમ ના અનિલ યાદવ (સેફ્ટી ઇન્ચાર્જ)
તથા મહેન્દ્રસિંહ (રોડ પ્રેટોલિંગ ઓફિસર) NHAI જાણ કરતા આ બંને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ.આ ટીમ દ્વારા ગણા પ્રયત્ન કરતા નંદી મહારાજ બહાર ના નીકળતા NHAI ના મહેંદ્રસિંહ દ્વારા jcb બોલાવી દિવાલ તોડી ને નંદી મહારાજ ને બહાર કાઢવામાં આવ્યા હતા. જીવદયા પ્રેમી મિતુલવ્યાસ./ કુમાર ભાઈ ભાટ / ફાયર ટીમ તથા અનિલભાઈ યાદવ (સેફટી ઇન્ચાર્જ )મહેન્દ્રસિંહ (રોડ પેટ્રોલિંગ ઓફિસર)ની કામગીરી ને ત્યાંના રહીશો દ્વારા બિરદાવા માં આવી હતી.