પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે મતદાન*
૦૦
*સવારે નવ વાગ્યા સુધીમાં પ્રથમ બે કલાકમાં કુતિયાણા ૬.૮૬ અને રાણાવાવ નગરપાલિકામાં ૫.૩૦ ટકા મતદાન*
પોરબંદર તા.૧૬
પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આજે રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ થયો હતો.
પ્રથમ બે કલાકના આંકડા જોઈએ તો કુતિયાણા નગરપાલિકામાં ૬.૮૬ ટકા અને રાણાવાવ નગરપાલિકામાં ૫.૩૦ ટકા મતદાન નોંધાયું હતું.
પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીના માર્ગદર્શનમાં અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેક્ટર શ્રી જે.બી વદરના સંકલનમાં તેમજ બંને નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની ટીમ દ્વારા મતદાનની કામગીરીની સફળતાપૂર્વક પૂર્વ તૈયારી કરવામાં આવી હતી ,જેના ભાગરૂપે આજે મતદાન મથકો પર સમયસર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો અને શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. બંને નગરપાલિકાના વિસ્તારોમાં પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે જરૂરી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.રિપોર્ટર =અલકા બેન પંડ્યા ગુજરાત








Total Users : 153809
Views Today : 