Wednesday, March 12, 2025

વડાલીમાં રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડરનું ગેરકાયદેસર વેચાણ બંધ કરવા મામલતદારને રજૂઆત કરાઈ

વડાલીમાં રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડરનું ગેરકાયદેસર વેચાણ બંધ કરવા મામલતદારને રજૂઆત કરાઈ

 

ન્યૂઝ ઓફ વડાલી બ્યુરો

 

વડાલી નગરપાલિકા વિસ્તારમાં સુરક્ષાના સાધન વિના જીવતા બોમ્બ સમાન ગેસ સિલિન્ડર નો ગોરખ ધંધો બંધ કરાવવા આજુબાજુના દુકાનદારોએ વડાલી મામલતદારને રજૂઆત કરી રહેણાક વિસ્તાર વિસ્તારમાંથી ગોડાઉન દૂર કરવા રજૂઆત કરાઈ એક વર્ષ અગાઉ આ શખ્સ 61 બોટલો સાથે ઝડપાયો હતો પણ પુરવઠા વિભાગે માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી કરતા પથ્થર ઉપર પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી

 

વડાલી પાલિકા રહેણાંક વિસ્તારમાં કેટલાક સમયથી સુરક્ષાના સાધનો વિના દેના ગ્રામીણ બેંક પાસે રોજ હજારો લોકોની અવરજવર વાળા ભરચક

વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનું ગોડાઉન બનાવી લોકોના જીવ જોખમમાં મૂકી આર્થિક ફાયદા માટે વેચાણ પ્રજાપતિ મનીષ છેલ્લા કેટલાય વર્ષોથી રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડર ચલાવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ આ શખ્સ 61 બોટલો સાથે પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો હતો પણ પુરવઠા વિભાગ દ્વારા ભીનું સંકેલી લઈ ખાલી કાગળ ઉપર જ કાર્યવાહી કરતા પુરવઠા વિભાગ શખ્સ સાથે મિલીભગત હોય તેવી છાપ ઉપસી આવે છે

 

જે બાબતે પુરવઠા વિભાગના વિક્રમસિંહ ને આ શખ્સ સાથે સાઠગાંઠ હોય તેમ

જણાવ્યું હતું કે મનીષ પ્રજાપતિ પાસે સબ એજન્સી છે હાલ અરજી ટપાલ વિભાગમાં આવેલી છે

 

અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores