19 મી માર્ચ 1987 વિધાનસભા ને ઘેરાવ કાર્યક્રમ દરમિયાન થયેલ શહીદોને ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર થયેલ શહીદ દિનની શ્રદ્ધાંજલિ સભાઓ યોજાઈ
ગુજરાત રાજ્યમાં કેટલાય વર્ષોથી ખેડૂતો પીડાતા હતા અને 4 માર્ચ 1979 થી ભારતીય કિસાન સંઘની સ્થાપના થયા બાદ વિવિધ પ્રશ્નો અંગે સતત દેશભરમાં રજૂઆતો કરવાની શરૂઆત થઈ જેમાં ગુજરાતમાં 1985 માં 6 મુદ્દા અંગે સરકારમાં ભારતીય કિસાન સંઘ દ્વારા માગણી કરવામાં આવી પણ સરકાર દ્વારા ન સ્વીકારતા ગુજરાત રાજ્યમાં દરેક તાલુકા જિલ્લા ગામડાઓમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલ અને તારીખ 3/ 10/ 1986 ના રોજ ગુજરાત રાજ્યમાં નાકર આંદોલન ભવ્યથી ભવ્ય કરવામાં આવ્યું છતાં
પણ ત્યારની સરકાર સમાધાન માટે કોઈ જ પ્રયત્ન થયા નહીં છેવટના વિવિધ કાર્યક્રમો બાદ તારીખ 19 માર્ચ 1987 ના રોજ વિધાનસભા ને ઘેરાવ કરવાનું નક્કી કરવામાં આવ્યું. રાજ્યભરમાંથી દરેક ગામડાઓમાંથી ટ્રેક્ટર માં પોતાના ભોજન ની વ્યવસ્થા સાથે ખેડૂતોનો 18 તારીખથી જ ગાંધીનગર ખાતે ભવ્ય જનમેદની સાબરમતી નદીમાં થઈ પેથાપુર રાત્રિમાં જ પહોંચી જ્યારે ગાંધીનગરના સવારમાં પહોંચે ત્યારે ત્યારના મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરી દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ અને ગોળીબારનો હુકમ થયો જેમાં ગુજરાત ભરના કેટલાય ખેડૂતોને ગવાયા અને શહીદ થયા ત્યારબાદ પાછળથી અન્ય કાર્યક્રમમાં થઈ
ફૂલ ગુજરાતમાં 17 ભાઈ બહેનો એ શહીદી વોરી જેના થકી આજે ખેડૂતોને તેમના બલિદાનો થકી કેટલાય લાભો મળેલ છે જેને યાદ માટે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આજરોજ સાબરકાંઠા જિલ્લાના જાદર ભદ્રેશ્વર કાંકરોલ અને અરવલ્લી જિલ્લાના તેનપુર ખાતે ખેડૂતો જઈ શ્રદ્ધાંજલિ સદગત ખેડૂતોના પરિવારને આશ્વાસન પાઠવેલ હતા જે મુજબ સૌરાષ્ટ્રમાં પણ અને કચ્છ તેમજ ગુજરાત ભરમાં શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ કરવામાં આવેલ છે સાબરકાંઠા ખાતે પ્રદેશ મંત્રીશ્રી આર.કે પટેલ ઉપાધ્યક્ષ શ્રી શામળ કાકા અને પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી અમરતભાઈ જિલ્લા પ્રમુખશ્રી ઈશ્વરભાઈ મંત્રી શ્રી કિશોરભાઈ તેમજ તમામ તાલુકાઓના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલા હતા અને આ મુજબ વડાલી તાલુકાના પ્રમુખશ્રી માધાભાઈ ના ગામથેરાસણા ખાતે પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યું સાથે સાથે ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ ના ગામ દામાવાસ કંપા ખાતે રાત્રે કિસાન શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ મુજબ અન્ય ગામો માં પણ શ્રદ્ધાંજલિ ઓના કાર્યક્રમ થકી સંગઠનના થયેલ કામગીરી ના રિપોર્ટ અને ભાવિ કાર્યક્રમો અંગે ચર્ચાઓ અને માર્ગદર્શન મેળવેલા હતા
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 156698
Views Today : 