આજ રોજ તા 10/04/2025, ગુરુવારે નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ ‘વિશ્વ હોમિયોપેથી દિવસ’ ની ઉજવણી નિમિત્તે સ્થળ : રોટરી ક્લબ , હિંમતનગર ખાતે સમય સવારે 9 થી 12.30 સર્વ રોગ આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. રોટરી ક્લબ ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ સોની, સેક્રેટરી શ્રી મનીષભાઈ પ્રજાપતિ, ફેસીલીટેટર શ્રી પ્રશાંતભાઈ વ્યાસ અને અન્ય મહાનુભાવો દ્વારા ધન્વંતરિ વંદના સાથે દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી. હોમિયોપેથી અને આયુર્વેદિક સારવાર પધ્ધતિ વિશે માહિતી આપવામાં આવી. યોગ વિશે માહિતી આપવામાં આવી. પોષણ વિશે આં.કે. ના બાળકોને માહિતી આપવામાં આવી. પત્રિકા વિતરણ કરવામાં આવ્યું. તથા આર્સેનિક આલ્બ ૩૦ દવાનું વિતરણ કરવામાં આવ્યું.
DAO મેડમ ડો. પ્રજ્ઞાબેન ડી. શાહ દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી.
હોમિયોપેથી ઓપીડી – 64
આયુર્વેદિક ઓપીડી – 66
આરોગ્ય પરિસંવાદ – 200
ચાર્ટ પ્રદર્શન- 200
પત્રિકા વિતરણ – 86
આર્સેનિક આલ્બમ 30 વિતરણ – 200
કેમ્પમાં સેવા આપનાર
ડો. હિતેન્દ્ર આર. પટેલ
ડો. વિમલ ડી. ચૌહાણ
ડો. હેમલ જે. સુથાર
ફાર્મા. શ્રી કનુ ડી. પંચાલ
યોગ ટ્રેનર ખેડાવાડા
સેવક બાંખોર અને GMERS (આયુ) સિવિલ હોસ્પિટલ, હિંમતનગર.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891