ખેડબ્રહ્મા તાલુકા ના મટોડા ગામે
બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મજયંતી અંતર્ગત લોક ડાયરો યોજાયો.
ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે તારિખ 16-4-25 ના દિને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા બાબાસાહેબ આંબેડકરની 134 મી જન્મજયંતિ નિમિત્તે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દીપ કલાવૃંદ ડી.બારોટના સંચાલક તુરી દીપકકુમાર ડાહ્યાલાલ નવા ચાંપલપુર તથા સાથી કલાકારોએ દેશભક્તિ ગીતો,શૌર્યગીતો તથા લોકસાહિત્ય કલાકાર દ્વારા સંગીત સાથે રમઝટ બોલાવી હતી તેમાં મટોડા ગામના આગેવાનો,વડીલો, ભાઈઓ,બહેનો તથા આસપાસથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને આ લોકડાયરાની મજા માણી હતી.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891