Sunday, April 20, 2025

હોમનશીલા પદાર્થના આરોપીને ૧૪ વર્ષની સખત કેદ તથા ૨ લાખ રૂપિયા દંડ.

હોમનશીલા પદાર્થના આરોપીને ૧૪ વર્ષની સખત કેદ તથા ૨ લાખ રૂપિયા દંડ.

 

(સંજય ગાંધી – તાપી ) :

પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ (IPS)ની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, કે.જી. લીંબાચીયા. એસ.ઓ.જી. તાપી તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી, જે.બી. આહિર. એલ.સી.બી. તાપીએ પોલીસ સ્ટાફ સાથે આરોપી બજરંગ ભવરલાલ બિશ્નોઇ, રહે

Oplus_131072

.જોધપુર (રાજસ્થાન)ને વગર પાસપરમીટે વનસ્પતિ જન્ય માદક પદાર્થ પોષડોડા (અફિણ ડોડા) કુલ ૨૮૩૪.૪૦૦ કિલોગ્રામ, કુલ કિંમત રૂ. ૮૫, ૦૩,૨૦૦/-નો વિશાળ કોર્મશિયલ જથ્થો આંતર રાજય વહન કરતા પકડી પાડી તા.૦૧/૦૧/૨૦૨૪ નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશનમા એન.ડી.પી.એસ એકટ ૧૯૮૫ ની કલમ ૮સી, ૧૫(સી) ૨૯ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ. હતો

 

ઉપરોકત ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એન.એસ. ચૌહાણ વ્યારા પોલીસ સ્ટેશનએ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ સમય મર્યાદામાં સચોટ સાંયોગિક તેમજ ફોરેન્સીક પુરાવાઓ મેળવી આરોપી વિરૂધ્ધમાં નામદાર સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ.

 

ઉપરોકત ગુનાની ટ્રાયલ દરમ્યાન જીલ્લા સરકારી વકીલ એ.પી.પી.શ્રી, આર.બી. ચૌહાણએ આરોપી વિરૂધ્ધનાં પુરાવાઓ આધારે તેમજ ધારદાર દલીલો રજુ કરી આરોપી વિરૂધ્ધમાં માત્ર એક જ વર્ષનાં ટુંકા સમયગાળામાં ફરિયાદી તથા રેડીંગ પાર્ટીના અધિકારી/કર્મચારી તથા સાક્ષીઓની જુબાની તેમજ તપાસ કરનાર અમલદારે રજુ કરેલ જરૂરી પુરાવા આધારે ટ્રાયલ પુર્ણ થતાં આજરોજ આરોપી બજરંગ ભવરલાલ બિશ્નોઇ, જોધપુર (રાજસ્થાન) ને નામદાર સ્પેશ્યલ કોર્ટ દ્વારા ૧૪ વર્ષની સખત કેદની સજા તથા ૨ લાખ રૂપિયાનો રોકડ દંડ નો હુકમ કરેલ છે.

 

સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી:-

 

પોલીસ ઇન્સ્પેકટરશ્રી, કે.જી. લીંબાચીયા. એસ.ઓ.જી. તાપી, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, જે.બી. આહિર એલ.સી.બી. તાપી, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એન.એસ. ચૌહાણ વ્યારા પોલીસ સ્ટેશન (તપાસ કરનાર અધિકારી), અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, એલ.સી.બી.તાપી. એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ, એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ, અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ, એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ આ.પો.કો. વિજયભાઇ બબાભાઇ, આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ, આ.પો.કો. ધનંજય ઇશ્વરભાઇ એસ.ઓ.જી. તાપી, આ.પો.કો. જીતેશભાઇ મંછુભાઇ, આ.પો.કો. દિનેશભાઇ ઓટારામ, વ્યારા પોલીસ સ્ટેશન.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores