ભિલોડા તાલુકાના વણઝર ગામમાં વણઝર યુવા સંગઠન દ્વારા પંખીઓ માટે પાણીના કુંડા લગાવવામાં આવ્યા અને ઘરે ઘરે જઈને વિતરણ કરાયું
ઉનાળાના અતિશય ગરમીમાં જ્યાં માણસોને તરસ લાગે છે, ત્યાં નાનાં જીવજંતુઓ અને પંખીઓ પણ પાણીની શોધમાં વલખાં મારી રહ્યા હોય છે. આવા સમયે વણઝર યુવા સંગઠન દ્વારા માનવતાના ભાવથી ભરેલો એક સરાહનીય ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

યુવા સંગઠનના સભ્યોએ પોતાના ખર્ચે નાના પાણીના કુંડા તૈયાર કર્યા અને તેને ગામના અલગ અલગ વિસ્તારોમાં મૂકી પંખીઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું. આ સાથે ગામના દરેક ઘરમાં પણ આવા કુંડા વિતરણ કરવામાં આવ્યા અને લોકોને વિનંતી કરવામાં આવી કે તેઓ આ કુંડામાં રોજ પાણી ભરી પંખીઓને રાહત આપે.
સંસ્થાના યુવાનોએ કહ્યું કે, “પંખીઓ કંઇ કહી શકતાં નથી, પણ આપણે તેમનાં જીવન માટે થોડી સંવેદના દેખાડીશું તો પ્રકૃતિ પણ આપણો સાથ આપશે.”
ગામના વડીલો, મહિલાઓ અને બાળકો આ ઉપક્રમે ખૂબ આનંદિત થયા છે અને આવા કાર્યને સતત ચાલુ રાખવા માટે સંગઠનના યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ એક ભારત
મો ન 9998340891






Total Users : 154885
Views Today : 