શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી માં તા. ૨૬/૦૯/૨૦૨૩ મંગળવારના રોજ શાળામાં ચાલતી એન એસ એસ પ્રવૃત્તિ દ્વારા (રાષ્ટ્રીય સેવા યોજના ) વિભાગ વડાલી ખાતે આવેલ જય અંબે વિસામા માં સેવા આપી હતી જેમાં સેવા કેમ્પમાં ભોજન પીરસવાની અને પાણી વિતરણ ની સેવા કરવામાં આવી તેમજ પદયાત્રીઓની સેવા કરી માં અંબેના આશીર્વાદ મેળવ્યા બાળકોના આવા કાર્યથી શાળાના સ્ટાફ પરિવાર તેમ જ શાળાના આચાર્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ સાહેબે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન શાળાના કન્વીનર શ્રી મેહુલભાઈ પંડ્યા સાહેબે કર્યું હતું
રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા