સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં આવેલ શ્રી શ્યામ સુંદર મંદિર ખાતે તુલસી વિવાહ યોજવામાં આવ્યો
વડાલી નગરમાં ગામની મધ્યમાં આવેલું અતિ પૌરાણિક શ્રી શ્યામ સુંદર મંદિર ખાતે કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહ યોજાયો
તુલસી વિવાહ નો વરઘોડો નગરપાલિકા થઈને બસ સ્ટેન્ડ મોડન હાઈસ્કૂલ માણેકચોક થઈને મંદિરે પહોંચ્યો હતો
તુલસી વિવાહ નો વરઘોડો બગી સાથે ડીજે ના તાલ સાથે વાજતે ગાજતે નીકળ્યો હતો
આ વરઘોડામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમ જ વડીલો જોડાયા હતા
તુલસી વિવાહ બપોરના ત્રણ વાગ્યે શરૂ થઈને પાંચ વાગ્યે વિવાહ સંપન્ન થયા હતા
બ્રાહ્મણ ભુવનેશ પંડ્યા દ્વારા વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર કરીને વિવાહ સંપન્ન કરાયા હતા
તુલસી વિવાહમાં ઘણી મોટી સંખ્યામાં બહેનો વડીલો તેમજ નાના ભૂલકાઓ જોડાયા હતા
તુલસી વિવાહમાં કન્યાદાનમાં વિવિધ ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી હતી
તુલસી વિવાહ સંપન્ન થયા પછી સર્વે ભાઈ બહેનો વડીલો ભગવાનના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મોબાઈલ નંબર 9998340891