Wednesday, October 23, 2024

થરાદ તાલુકાના ચોટપા ગામે અને રાજ રાજેશ્વરી મહાકાળી માતાજીના સાનિધ્ય સમસ્ત સમાજ દ્વારા અધિક માસ અને પૂનમનો વ્રત નું યજ્ઞ કરીને ઉજવણો કરવામાં આવ્યો

થરાદ તાલુકાના ચોટપા ગામે અને રાજ રાજેશ્વરી મહાકાળી માતાજીના સાનિધ્ય સમસ્ત સમાજ દ્વારા અધિક માસ અને પૂનમનો વ્રત નું યજ્ઞ કરીને ઉજવણો કરવામાં આવ્યો તેમાં પટેલ, સુથાર ગૌસ્વામી નાઈ અને અન્ય સમાજ ની મહિલા દ્વારા પૂનમ નું વ્રત કરવામાં આવ્યો હતું એમા દર પુનમે અલગ અલગ ગામ ના શિવ મંદિરમાં જઈને શ્રીફળ તમામ મહિલાઓ દ્વારા શ્રીફળ મૂકવામાં આવે છે અને આ વ્રતના એક વર્ષ થાય ત્યારે આ વ્રતનો ઉજવણો કરવામાં આવે છે ત્યારે પુનમ ના દિવસે વ્રત અને કારતકવદ એકમના દિવસે અધિકમાસનો ઉજવણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત યજ્ઞના આચાર્યશ્રી અને ચોટપા ગામના ગોર મહારાજ અને પંડિત એવા ભાઈશ્રી પ્રકાશભાઈ હરખચંદ દવે ચોટપા અને હનુમાનજી મહારાજના ઉપાસક ગૌભક્ત નરસી એચ દવે લુવાણા કળશ અને વિષ્ણુભાઈ એમ દવે લુવાણા કળશ અને શાસ્ત્રી શૈલેષભાઈ એમ દવે અંબાજી હાલ લુવાણા કળશ અને કિશનભાઇ એન દવે લુવાણા કળશ આ તમામ ભૂદેવોના દ્વારા તેમના શ્રી મુખેથી મંત્રોચ્ચાર યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ યજ્ઞ યજમાન પટેલ સમાજ નાઇ સમાજ ગૌસ્વામી સમાજ સુથાર સમાજ અને અન્ય સમાજ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને પુરા ગામને જમણવાર નો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને રાત્રે ભવ્ય સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત ભજનીક બાબુપુરી ગૌસ્વામી ચોટપા અને ભરતપુરી ગૌસ્વામી ચોટપા અને ગણેશભાઈ પીલાસ ચોટપા જોરાભાઈ પટેલ ચોટપા અન્ય ભજનિક પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગામના તમામ વડીલો અને નેતાઓ સાધુ સંત મહંતઓ અને માતાજી ના પુજારી કૈલાસપુરી અને તમામ સમસ્ત સમાજના વડીલો યુવાન મિત્રો માતા બહેનો અને ગામ કોવાસીઓ ઉપસ્થિત રહીને આ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી અને આ નિમિત્તે બ્રાહ્મણોને દક્ષિણા અને ગૌ માતાઓ ને ઘાસચારા નિમિત ફાળો આપવામાં આવ્યો હતો

રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores