Wednesday, November 13, 2024

શ્રી મુક્તાનંદ સ્વામીના 266માં પ્રાગટ્ય દિને લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ધાબળા વિતરણ 

શ્રી મુક્તાનંદ સ્વામીના 266માં પ્રાગટ્ય દિને

લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ધાબળા વિતરણ

તારીખ 17 Jan 2024 પોષસુદ સાતમના રોજ આદિગુરૂ દેવ શ્રી મુક્તાનંદ સ્વામીના 266માં પ્રાગટ્ય દિને શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પૂજ્ય પાદ ગુરૂવર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા ચન્દ્રકાંતભાઈ પટેલ (ફલોરીડા usa ) ના સહયોગથી શિયાળાની કાતિલ ઠંડીમાં રક્ષણ માટે દરિદ્રનારાયણની સેવાના રૂપે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.

કોઠારીશ્રી પૂજ્ય સર્જુવલ્લભસ્વામી તથા પૂજય અદભૂતવલ્લભસ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રીલોયાધામના સંતો રાણપુર પાસે આવેલ ચુડા ગામ તથા બોટાદ ગામના વિસ્તારોમાં વસતા ગરીબ પરિવાર તથા અનાથ પરિવારના ઘરે ઘરે જઈને તથા ફુટપાથ પર સૂતેલા એવં શિયાળાની ઠંડીમાં ઠરતા ગરીબોને ધાબળા ઓઢાળીને સેવાનો લાભ પ્રાપ્ત કરી “જનસેવા એ જ પ્રભુસેવા “નું સૂત્ર સાકાર કર્યું હતુ. આજે કનુભાઈ ખાચર (બાબરકોટ) તથા લોયાધામના હરિભકતોની ટીમસેવાથી ધાબળા વિતરણ સફળ બન્યું હતું. શ્રીલોયાધામ મંદિરે આજે આવી જન સેવા કરીને એક આદર્શ માનવતાનું ઉદાહરણ પૂરુ પાડયું છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores