પવિત્ર શ્રાવણ માસમાં બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલમાં ભોજનનું આયોજન..
વડાલીની બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલ ખાતે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના પાવન દિવસે વિદ્યાર્થીઓ માટે વિશેષ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના ચાર શિક્ષક મિત્રોએ પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિદ્યાર્થીઓ માટે સુંદર ભોજનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નાના બાળકોથી લઈને ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભોજન લીધું હતું અને આનંદ વ્યક્ત કર્યો હતો.
શ્રાવણ માસના પવિત્ર સોમવારે યોજાયેલા આ ભોજન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સાથે મળીને પ્રસાદીરૂપે ભોજનનો લાભ લીધો હતો.
શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ વિદ્યાર્થી ગેરહાજર ન રહે. દીકરો હોય કે દીકરી, તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત શાળામાં હાજર રહેવા જણાવાયું હતું. તેમજ શ્રાવણ માસના ઉપવાસ કે એકટાણું કરતા વિદ્યાર્થીઓએ પણ આ દિવસે શાળામાં જ ભોજન લેવાનું રહેશે તેવી સૂચના આપવામાં આવી હતી.
આ સમગ્ર આયોજનથી શાળામાં ધાર્મિક ભાવના સાથે આનંદમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
બ્યુરો રિપોર્ટ : વિશાલ ચૌહાણ, સાબરકાંઠા
મો. 9998340891


