*સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ*
***
સાબરકાંઠા જિલ્લામાં તા. ૨૫/૭/૨૦૨૬ થી હિન્દુ / જૈન ધર્મનો પવિત્ર ચતુર્માસ શરૂ થયેલ છે. તેમજ તા. ૨૬/૮/૨૦૨૬ ના રોજ મુસ્લિમ ધર્મનો તહેવાર ઇદ એ મિલાદ ઉન્નબી તથા ૨૮/૮/૨૦૨૬ ના રોજ રક્ષાબંધન હોય તેમજ જુદા જુદા ઇનપુટ ધ્યાને લઇ આવનારા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.એ.વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૧૭/૮/૨૦૨૬ ના કલાક ૦૦-૦૨ થી તા. ૩૧/૮/૨૦૨૬ ના કલાક ૨૪-૦૦ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર, સરકારી કચેરીઓ આગળ ધરણા ઉપવાસ, દેખાવોની પ્રવૃતિ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યાક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટર = ભવ્યરાજ હાડા


