>
Thursday, August 20, 2026

કે.વી.કે થરાદ દ્વારા યુ-ટયુબ લાઈવ કાર્યક્રમ દ્વારા પશુપાલકોને માર્ગદર્શન આપવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો.

કે.વી.કે થરાદ દ્વારા યુ-ટયુબ લાઈવ કાર્યક્રમ દ્વારા પશુપાલકોને માર્ગદર્શન આપવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો.

 

બનાસકાંઠામા રિલાયન્સ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસ પ્રવૃત્તિના ભાગરૂપે ગુજરાતમા 10 જિલ્લાઓમા ગ્રામ વિકાસની સાથે સાથે ડિજિટલ પ્લેટફોર્મ થકી પશુપાલન વિષયક બદલવા લાવવવાના ઉદેશ્યથી માટે નોંધપાત્ર પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

પ્રસ્તુત ગ્રામ વિકાસ કાર્યક્રમને ધ્યાનમા રાખી ઋતુજન્ય રોગો વિષયક માર્ગદર્શનની સાથે સાથે ” *પશુપાલન દ્વારા સમૃદ્ધિ ખેડૂતોની પ્રગતિ માટેની એક નવી દિશા* ” વિષય પર યુ ટ્યુબ લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો,

 

પ્રસ્તુત કાર્યક્રમમા વિષય નિષ્ણાંત તરીકે થરાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના પશુ વૈજ્ઞાનિક ડૉ વિક્રમભાઈ પટેલ દ્વારા પશુપાલન વિષયક મુખ્ય સમસ્યાઓના નિરાકરણના ભાગરૂપે રહેઠાણ વ્યવસ્થા, આહાર વ્યવસ્થા, સાયલેજ, દોહન પદ્ધતિ, ઋતુજન્ય રોગ અને તેના ઘરેલુ ઉપચાર, ગાભણ વિષયક સમસ્યાઓ, બચ્ચાના મરણદરની સ્થિતિ અને તેના નિરાકરણ માટે રાખવામાં આવતી કાળજી વિષયક, સંતુલન આહાર વિષયક, પશુઓની બેઠક વ્યવસ્થા અને સ્વછતાનું મહત્વ,ની સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વ્યવસાયને આગળ વધારવા અંગે નોંધપાત્ર માર્ગદર્શન આપવામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો.

પ્રસ્તુત કાર્યક્રમ યુ ટ્યુબ લાઈવ પોગ્રામ થકી પશુપાલન વ્યવસાય કરતા તમામ પશુપાલકો સુધી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પહોંચવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો સાથે સાથે ગ્રામીણ લેવલે રિલાયન્સ ફાઉન્ડેશન પ્રોજેક્ટના કાર્યક્ષેત્રના ગામોમાં ડેરી ક્લસ્ટર સાથે જોડાયેલ પશુપાલકોને મીટીંગ દ્વારા બનાસકાંઠામા પશુપાલકોને યુ-ટ્યુબ લાઈવ કાર્યક્રમમાં સહભાગી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

 

પ્રસ્તુત યુ-ટ્યુબ લાઈવ કાર્યક્રમની લિંક ગુજરાતના છેવાડા પશુપાલકો સુધી પહોંચે તે માટે બહોળો પ્રચાર પ્રસાર કરીને તા 19 ઓગસ્ટ ના રોજ બપોર ના 11 થી 12 વાગ્યાના સમયગાળામાં માં ઉપરોક્ત તમામ મુદ્દાઓની ઉંડાણ પૂર્વક સરળ ભાષામાં પશુપાલકો સાથે સંવાદ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો પ્રશ્નોતરી દ્વારા પશુઓના અનુભવોની આપ લે અને સમસ્યાઓ અંગે સમજ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો

 

કાર્યક્રમને સફળ બનાવવા વિષય નિષ્ણાંત તરીકે ડો. વીક્રમભાઈ કે. પટેલ (વૈજ્ઞાનિક) પશુ વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ દ્વારા પશુપાલકોને ખુબ સરળ ભાષામાં સમજ ઉભી થાય તેવી રીતે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો,

 

કાર્યક્રમને સફળ બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ તથા રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ નો નોંધપત્ર ફાળ્યો રહ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો પશુપાલન વિષયક માર્ગદર્શન મેળવવામા સફળ થયાં હતા..

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ બનાસકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores