>
Thursday, August 20, 2026

વડાલી ની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની રજત જયંતિ તેમજ સહકારી જીન ની સુવર્ણ જયંતિ મહોત્સવ ધામધૂમ પૂર્વક APMC ખાતે યોજાયો

વડાલી ની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની રજત જયંતિ તેમજ સહકારી જીન ની સુવર્ણ જયંતિ મહોત્સવ ધામધૂમ પૂર્વક APMC ખાતે યોજાયો

 

સાબરકાંઠા જિલ્લાના વડાલી એપીએમસી માર્કેટ યાર્ડના 50 વર્ષ થતા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વડાલી માર્કેટ યાર્ડની સિદ્ધિઓને બિરદાવવાની સાથે ખેડૂતોના હિતમાં નકલી બિયારણ વેચનારાઓને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતુ કે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર ભલે મારો સગો ભાઈ કેમ ન હોય તેને છોડવામાં નહીં આવે.

વડાલી માર્કેટ યાર્ડે ખેડૂતોના ભરોસા સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે સતત 50 વર્ષ થી સ્થાનિક ખેડૂતો નો ભરોસો યથાવત રહેતા આજે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો આ તબક્કે વડાલી માર્કેટ યાર્ડ માં થયેલી સિધ્ધિ ઓ બિરદાવી હતી. આ વર્ષે વડાલી યાર્ડમાં 346 કરોડથી વધુની કૃષિ પેદાશોની ખરીદી નોંધાઈ છે, જેમાં એકલા કપાસની 90 કરોડથી વધુની ખરીદી થઈ છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં બીજ ઉત્પાદન ક્ષેત્રે વડાલી મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યના કૃષિ મંત્રી તરીકે જીતુ વાઘાણીએ જિલ્લાના તમામ મહેનતુ ખેડૂતોનો આભાર માન્યો હતો. આ સાથે જ બજારમાં ચાલતા નકલી બિયારણના કારોબાર સામે ચાલી રહેલી તપાસ અંગે તેમણે આકરું વલણ દાખવ્યું હતું.આ તબક્કે બોલતા કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે ડુપ્લિકેટ બિયારણનું વિતરણ કરનાર ગમે તેવો વગદાર હોય તેની સામે કડક પગલાં લેવાશે ખેડૂતોનું અહિત કરનાર મારો ભાઈ કેમ ન હોય, તેને પણ બક્ષવામાં નહીં આવે. આ મામલે તપાસ હાલ ચાલુ છે. બીજી તરફ કેમિકલયુક્ત ખાતરોનો બેફામ વપરાશ ચિંતાનો વિષય છે. દરરોજ દેશમાં 719 કેન્સરના દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે અને નવજાત બાળકો પણ તેનો ભોગ બની રહ્યા છે જમીનમાં કાર્બન ઘટી રહ્યો છે, જેથી ભવિષ્ય માટે રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડીને ઓર્ગેનિક ખેતી અપનાવવી અનિવાર્ય છે.ખાતરનો વપરાશ નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે વડાલી ખાતે પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે વેચાણ કેન્દ્ર શરૂ કરવા અને ખેડૂતો માટે સોલર ડોમ તૈયાર કરવાની માંગ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આવનારા પાંચ વર્ષમાં જમીનની ગુણવત્તા સુધારવા અને પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા સહિત સોલર અને ઓર્ગેનિક ખેતી માટે સંયુક્ત પ્રયાસો કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores