>
Monday, August 17, 2026

દામાવાસ ખાતે “પક્ષીનિરીક્ષકો મિલાપ”નું કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું..

દામાવાસ ખાતે “પક્ષીનિરીક્ષકો મિલાપ”નું કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું..

 

પ્રકૃતિ, પક્ષીઓ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી તા. 15 અને 16 ઓગસ્ટ દરમિયાન મયૂર રાઠોડ કેમ્પ સાઇટ (એડમ્સ નેચર રિટ્રિટ), દામાવાસ, સાબરકાંઠા ખાતે “પક્ષીનિરીક્ષકો મિલાપ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ મિલાપમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અનુભવી પક્ષી નિષ્ણાતો તથા પક્ષીનિરીક્ષકો સાથે અમદાવાદની એમ. જી. સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ પક્ષીઓના અવલોકન સાથે પ્રકૃતિ અને તેના વિવિધ પર્યાવરણીય ઘટકોનો નજીકથી અભ્યાસ કરવો તેમજ અનુભવો અને જ્ઞાનની આપ-લે કરવાનો હતો.

 

બે દિવસ દરમિયાન પક્ષી નિરીક્ષણ અને ફોટોગ્રાફી, ગ્રુપ ચર્ચા, વિવિધ પ્રકારના જંગલ ટ્રેકિંગ, નેચર સ્ટડી, પ્રકૃતિ ઉર્જા (Energy), રાત્રી ભ્રમણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જંગલ અને આસપાસના કુદરતી પરિસરમાં પક્ષીઓના નિવાસસ્થાન, વર્તન, વિવિધ પ્રજાતિઓ તથા પર્યાવરણ સાથેના તેમના સંબંધને સમજવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

પક્ષીનિરીક્ષણ દરમિયાન અનુભવી પક્ષી નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓ અને અન્ય સહભાગીઓને પક્ષીઓની ઓળખ, તેમના નિવાસસ્થાન, વર્તન તથા પ્રકૃતિ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રુપ ચર્ચા દરમિયાન પક્ષીઓ અને વેટલેન્ડ, જંગલ તથા સમગ્ર પર્યાવરણના સંરક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

 

કાર્યક્રમનું આયોજન શ્રી ભરતભાઈ પટેલ અને સાબરકાંઠા જિલ્લાના માનદ વન્યજીવ સંરક્ષક શ્રી મયૂરભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંસેવક તરીકે કુ. નિરલ પટેલ, કુ. રિઝવાના શેખ, કુ. આદિત્યસિંહ ઝાલા અને કુ. અજયભાઈ દરંગા એ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

 

આ પ્રકારના મિલાપ દ્વારા અનુભવી પક્ષીનિરીક્ષકો અને નવી પેઢીના વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાન અને અનુભવનું આદાન-પ્રદાન થવાની સાથે પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા અને પક્ષી સંરક્ષણની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores