સુરજપુરા પ્રાથમિક જૂથ શાળા ની પ્રતિભાશાળી શિક્ષિકા જીનલ કુમારી અશોકસિંહ કુંપાવત ને સન્માન પત્ર આપી સન્માન કરાયું..
હિંમતનગર તાલુકાના પ્રતિભાશાળી શિક્ષિકા સુરજપુરા પ્રાથમિક શાળા જુથ ગાંભોઈ તાલુકો હિંમતનગર જીનલકુમારી અશોકસિંહ કુંપાવતનું રાજ્યના શિક્ષણમંત્રીશ્રી પ્રદ્યુમન વાજા સાહેબ શ્રી ના હસ્તે બહુમાન ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના પાવન પર્વે ખેડબ્રહ્મા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરાયો શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો અને ઉત્કૃષ્ટ યોગદાન બદલ મળ્યું ગૌરવવંતું સન્માન આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન હિંમતનગર તાલુકાના કર્મનિષ્ઠ અને પ્રતિભાશાળી શિક્ષિકા જીનલકુમારી અશોકસિંહ કુંપાવતને શિક્ષણ ક્ષેત્રે તેમના વિશિષ્ટ અને પ્રશંસનીય યોગદાન બદલ “પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબના વરદ હસ્તે જીનલકુમારી કુંપાવતને આ પ્રતિષ્ઠિત એવોર્ડ, પ્રશસ્તિપત્ર થી જાહેર મંચ પરથી ગૌરવપૂર્વક સન્માનિત કરાયા હતા.જીનલકુમારી કુંપાવતે હિંમતનગર તાલુકામાં ફરજ બજાવતાની સાથે જ શાળાના બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણમાં ડિજિટલ અને નવતર પ્રયોગો (Innovations), કન્યા કેળવણી અને નબળા વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરાહનીય કામગીરી કરી છે. તેમની આ નિષ્ઠા અને શ્રેષ્ઠ શૈક્ષણિક સેવાઓની કદરરૂપે આ વર્ષે તેમની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી.શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબે જીનલકુમારીને એવોર્ડ એનાયત કરતી વખતે તેમની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, આવા સમર્પિત શિક્ષકો જ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સાચું યોગદાન આપે છે.આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, એસ પી સાહેબ પોલીસ અધિક્ષક સહીન ધારાસભ્ય વી ડી ઝાલા , શોભનાબેન બારૈયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી (DPEO), સહિતના ઉચ્ચ અધિકારીઓ,તેમજ પદાધિકારીઓ, વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર તાલુકાના શિક્ષિકાને આ ગૌરવવંતો એવોર્ડ મળતા સમગ્ર શિક્ષણ જગત, ગ્રામજનો અને સ્નેહીજનો તરફથી તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


