>
Sunday, August 16, 2026

હિંમતનગર તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘સંગઠન પર્વ ૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી કરાઈ.

હિંમતનગર તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘સંગઠન પર્વ ૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી કરાઈ.

 

૪૫૦ થી વધુ કર્મચારીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

હિંમતનગર તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા તારીખ ૧૫/૦૮/૨૦૨૬ ને શનિવારના રોજ મહાવીરનગર, હિંમતનગર સ્થિત સી. કે. સમાજવાડી (ઉમિયા મંદિર) ખાતે ‘સંગઠન પર્વ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત સાબરકાંઠા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ પટેલ દ્વારા શબ્દોથી સ્વાગત પ્રવચન કરી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુચારુ સંચાલન પેઢમાલા શાળાના આચાર્ય શ્રી ભવરસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિવિધ મંડળો અને સંઘના અગ્રણી વક્તાઓ દ્વારા શૈક્ષણિક અને સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે:

શ્રી મહેન્દ્રભાઈ પટેલ (પ્રમુખ, સાબરકાંઠા શાળા સંચાલક મંડળ)

શ્રી સુરેશભાઈ પટેલ (કન્વીનર, સંગઠન પર્વ)

શ્રી પ્રવીણસિંહ રાણા (પ્રમુખ, સાબરકાંઠા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી સંઘ)

શ્રી ચતુર્સિંહ ચૌહાણ (પ્રમુખ, નિવૃત્ત કર્મચારી મંડળ, ગુજરાત રાજ્ય)

શ્રી અજીતભાઈ પટેલ (પ્રમુખ, સાબરકાંઠા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ)

શ્રી ભાનુપ્રસાદ પટેલ (પ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ)

ઉપરોક્ત તમામ મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે હિંમતનગર તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શ્રાવણ માસની શરૂઆત અને શનિવારનો પવિત્ર દિવસ હોવાથી તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા તમામ ઉપસ્થિતો માટે સંપૂર્ણ ફરાળી ચા નાસ્તો અને ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ વ્યવસ્થા ચિરાગ , જીગ્નેશ અને નીરજે જવાબદારી પૂર્ણ સ્વીકારી હતી. રજીસ્ટ્રેશન કામગીરી વક્તાપુર અને સ્ટેજ વ્યવસ્થા શ્રી સ્વસ્તિક હાઇસ્કુલ એ કરેલ. આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા આચાર્ય સંઘ ના મહામંત્રી શ્રી આઈ.કે.રાઠોડની દેખરેખ હેઠળ તેમજ અન્ય તાલુકાના પદાધિકારીઓ સાથે રાખી કરવામાં આવેલ. તેમજ અન્ય તાલુકાના પધારેલા હોદ્દેદારશ્રીઓ, આચાર્યશ્રીઓ અને ૪૫૦ થી પણ વધુ હિંમતનગર તાલુકાના કર્મચારી મિત્રોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

 

સમગ્ર કાર્યક્રમનું સમાપન સામૂહિક રાષ્ટ્રગાન સાથે દેશભક્તિના વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક પરિવારની આ વિશાળ હાજરી બદલ તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores