દામાવાસ માં 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી હાઈસ્કૂલ ખાતે કરાઈ
દામાવાસ ગામ પ્રાથમિક શાળાના 80 મોં સ્વતંત્ર દિન દામાવાસ હાઈસ્કૂલ ખાતે શ્રી રવિન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સતત દેશભક્તિના અનેરા વાતાવરણમાં વહેલી સવારે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે શિક્ષકો ભવ્ય પ્રભાત ફેરી શાળા થી નીકળી દામાવાસ કંપા માં નીકળતા અદભુત દેશભક્તિનો સચોટ ભાવના સાથે બાળકોના હાથમાં તિરંગા સાથે અદભુત વાતાવરણ સર્જાયું હતું
અને ત્યારબાદ ઇડર બડોલી ના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રવીન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે ગ્રામજનોની હાજરીમાં અને હાઈસ્કૂલની સમિતિ અને પ્રાથમિક શાળા શિક્ષક ગણ સાથે ખૂબ મોટી સંખ્યામાં ગામના વડીલો ભાઈ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળી આનંદવિભોર થયેલ હતા
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


