>
Saturday, August 22, 2026

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન કરાયું.

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન કરાયું.

 

પોલીસ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું, ત્યારબાદ ખેરોજ ગામની મુલાકાત લઈ સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો

 

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ખેરોજ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. એસપીની મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનમાં ચાલતી વિવિધ કામગીરી, દફતર વ્યવસ્થા તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

 

એસપી પાર્થરાજસિંહ ગોહિલે ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી. પોલીસ સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોને અસરકારક અને ઝડપી પોલીસ સેવા મળી રહે તે દિશામાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે ગુનાખોરીને નિયંત્રણમાં રાખવા, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા તથા લોકો સાથે સતત સંપર્ક જાળવીને પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

 

ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કર્યા બાદ એસપી પાર્થરાજસિંહ ગોહિલે ખેરોજ ગામની મુલાકાત પણ લીધી હતી. ગામમાં પહોંચીને સ્થાનિક પરિસ્થિતિ અને જાહેર વ્યવસ્થા અંગે તાગ મેળવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્થળ પરિસ્થિતિની પણ જાણકારી મેળવી હતી.

 

એસપી ની મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા પોલીસ વડાની રૂબરૂ મુલાકાતને પગલે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પોતાની કામગીરી વધુ અસરકારક બનાવવાના પ્રયાસોને વેગ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores