>
Monday, August 24, 2026

ખેડબ્રહ્મા માં રખડતા આખલાઓનો આતંક યથાવત..

ખેડબ્રહ્મા માં રખડતા આખલાઓનો આતંક યથાવત..

 

એકટીવા ચાલકને અડફેટે લઈ ઇજા, બે કારને નુકસાન

 

બ્રહ્માજી ચોકમાં વહેલી સવારે બે આખલાઓ વચ્ચેના યુદ્ધથી અફરાતફરી રખડતા પશુઓના ત્રાસ સામે નગરપાલિકાની કામગીરી પર સવાલો

ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નં. 2માં આવેલા બ્રહ્માજી ચોક ખાતે આજે વહેલી સવારે બે રખડતા આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના પગલે ભયજનક સ્થિતિ સર્જાઈ હતી. આખલાઓના આંતકમાં એકટીવા ચાલક પ્રજાપતિ જગદીશભાઈ કાળુજી અડફેટે આવતા ઇજાગ્રસ્ત થયા હતા. તેમની એકટીવાને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત નજીકમાં પાર્ક કરેલી બે મારુતિ કારને પણ આખલાઓની અડફેટે નુકસાન થયું હતું.

 

સ્થાનિકોમાં રોષ એ વાતને લઈને છે કે શહેરમાં રખડતા પશુઓનો પ્રશ્ન લાંબા સમયથી યથાવત છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. 8 ઓગસ્ટના રોજ પણ એક જાગૃત નાગરિક દ્વારા ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં રખડતા પશુઓની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી.

બે યુદ્ધમાં ઘેરાયેલું ખેડબ્રહ્મા!

 

હાલ ખેડબ્રહ્મા શહેરમાં જાણે બે મોરચે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે — એક તરફ ગંદકી અને કચરાના ઢગલાનું યુદ્ધ, તો બીજી તરફ રખડતા પશુઓના આતંકનું યુદ્ધ.

 

શહેરના જાહેર માર્ગો અને ચોકમાં રખડતા પશુઓને કારણે રાહદારીઓ, વાહનચાલકો અને વેપારીઓમાં સતત ભયનો માહોલ રહે છે. આજે બનેલી ઘટના ફરી એકવાર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે.

 

સ્થાનિકોનું કહેવું છે કે માત્ર અકસ્માત કે નુકસાન થયા બાદ કાર્યવાહી કરવાને બદલે નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની અને તેમની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અસરકારક કાર્યવાહી કરવામાં આવ તેવી ઉગ્ર માંગ ઉઠી.

 

હવે સવાલ એ છે કે વધુ કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય કે મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા બાદ જ તંત્ર જાગશે?

 

જાગૃત નાગરિકોની માંગ છે કે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે રખડતા પશુઓ સામે અસરકારક ઝુંબેશ હાથ ધરી શહેરની જનતાને આ ગંભીર સમસ્યામાંથી રાહત અપાવવામાં આવે.

 

બ્યુરો રિપોર્ટ ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9990340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores