વિહળધામ પાળીયાદના બાળઠાકરશ્રી પૃથ્વીરાજબાપુના ૭ (સાતમાં) જન્મદિવસની ભવ્ય દિવ્ય ઉજવણી
લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રની પ્રખ્યાત જગ વિખ્યાત એવી દેહાણ પરંપરાનું વહન કરતી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદના બાળઠાકરશ્રી પૃથ્વીરાજબાપુના ૭ (સાતમાં) જન્મદિવસની ભવ્ય દિવ્ય ઉજવણી પ્રસંગે
પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના આશીર્વાદ અને વિહળધામના પ્રેરક, માર્ગદર્શક અને સંચાલક સાથે અખિલ ભારતીય સંત સમિતિના પરમ આદરણીય શ્રી ભયલુબાપુ દ્રારા ભવ્ય દિવ્ય ૧૦૦૮ કુંડી સુર્યયજ્ઞ તેમજ પાંચ કુંડી શિવયાગ યજ્ઞ યોજવામાં આવેલ હતો. વિહળ પરીવારના ૧૦૦૮ બહેનો દ્રારા એક સાથે સુર્યયજ્ઞનો લાભ લેવામાં આવેલ હતો. જ્યારે શિવયાગ યજ્ઞમાં પાંચ યજમાનો ૧. તેજસભાઈ હાથી, ૨. રામેન્દ્રભાઈ વાળા, ૩. દેવદત્તભાઈ વાળા, ૪. મનોજભાઈ ભીમાણી, ૫. રણછોડભાઈ સાવલિયા દ્રારા લાભ લેવામાં આવ્યો હતો
આ શુભ પ્રસંગે ચાપરડાથી પૂજ્યશ્રી મુક્તાનંદજીબાપુ, ચંદીગઢ થી પૂજ્ય શ્રી સંપૂર્ણાનંદજી મહારાજ, પૂજ્ય શ્રી વિચિત્રાનંદજી મહારાજ તેમજ ભારતભરમાં હિન્દુત્વવાદી વિચારધારાના વાહક પ્રખર વક્તા કાજલબેન હિન્દુસ્તાની અને જસદણ મહારાણી સાહેબ આદરણીય અલોકીકાદેવી સહિત અનેક મહાનુભાવો અને સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બાળઠાકર પૃથ્વીરાજબાપુને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી..આ અજવાસી અવસરે વિહળધામને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું તો સાથે પાળીયાદ જગ્યાના લાખો શ્રઘ્ધાળુ ભક્તો પણ બાળઠાકર ના દર્શન સાથે શુભકામનાઓ પાઠવી હતી. સાથે ઉપસ્થિત તમામ ઠાકર ભક્તોએ ભોજન પ્રસાદ લીઘો ખાસ આ પ્રસંગે
શિવયાગ યજ્ઞ સાંદીપમુનિ આશ્રમના ઋષિ કુમારો દ્રારા કરાવવામા આવેલ હતો જ્યારે ૧૦૦૮ કૂંડી સુર્યયજ્ઞ ઘનશ્યામ જી. આર્ય અને નીતાજી એચ. આર્ય દ્રારા કરાવવામાં આવેલ આમ વિહળધામ પાળિયાદમાં બાળઠાકરના જન્મોત્સવની જાજરમાન ઊજવણી કરવામાં આવી.
અહેવાલ કનુભાઈ ખાચર