Monday, December 30, 2024

ધોરણ ૧૦ અંગ્રેજી (દ્વિતીય ભાષા-૧૬) વિષયમાં કુલ ૧૮૨૭૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

ધોરણ ૧૦ અંગ્રેજી (દ્વિતીય ભાષા-૧૬) વિષયમાં કુલ ૧૮૨૭૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી

 

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા- ૨૦૨૪નો પ્રારંભ તા.૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ થયો છે.

 

ધોરણ ૧૦ અંગ્રેજી (દ્વિતીય ભાષા-૧૬) વિષયમાં કુલ ૧૮૯૩૧ વિધ્યાર્થીઓ પૈકી ૧૮૨૭૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૬૫૭ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જે પૈકી અંગ્રેજી (૫૦૬) વિષયમાં કુલ ૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં હિંદી (૦૦૨) વિષયમાં કુલ બે વિધ્યાર્થીઓ, ઉર્દુ(૦૦૪) વિષયમાં કુલ ત્રણ, સમાજશાસ્ત્ર(૭૦૩) વિષયમાં ૧૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી(૦૬) વિષયમાં ૨૩૪ વિધ્યાર્થીઓ પૈકી ૨૩૩ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતી(૦૦૧) વિષયમાં ૧૦૪૯૭ વિધ્યાર્થીઓ પૈકી ૧૦૩૫૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૪૦ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી(૦૦૬) વિષયમાં ૪૦૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અંગ્રેજી(૦૧૩) વિષયમાં કુલ ૨૯૬૩ વિધ્યાર્થીઓ પૈકી ૨૯૩૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ૨૪ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores