Friday, June 21, 2024

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચૂંટણી પ્રચાર માટેના વાહનો રજીસ્ટર કરાવવા 

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

ચૂંટણી પ્રચાર માટેના વાહનો રજીસ્ટર કરાવવા

 

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતાં જિલ્લામાં ચૂંટણીપ્રચાર અભિયાનરુપે રાજકીય, બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરુ કરવામાં આવે છે. પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે આવા વાહનો પર દેખરેખ રાખવા અને ઉમેદવારોના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ ન કરવામાં આવે તો તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી-ખોટી ફરિયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જૂથો વચ્ચે મનદુઃખ અને ઘર્ષણ થવાની સંભાવના તેમજ સુલેહ-શાંતિનો ભંગ થવા સંભવ રહે છે.

 

સાબરકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ ફરમાવવામાં આવ્યું છે. કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો લોકસભાના ચૂંટણી ઉમેદવારે તેમના વાહનો વિધાનસભા મતદાર વિભાગ પાસે રજિસ્ટર કરાવી પરમીટ લેવાની રહેશે.

ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પાસે આવા વાહનો રજીસ્ટર કરાવવાના રહેશે. રજિસ્ટર કરવામાં આવેલી વાહનની પરમીટ તેમના પાસેથી મેળવી વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્ડ સ્ક્રીન પર ચોંટાડવાની રહેશે. પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટવર કરાવ્યા સિવાય કોઇપણ વાહનોનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહિ. આ નિયંત્રણો યાંત્રિક શક્તિ કે અન્યો રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે.

 

ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવામાં આવનાર વાહનો બે, ત્રણ અને ચાર વ્હીલવાળા રહેશે. ચાર વ્હીલવાળા વાહનોમાં ડ્રાઇવર સહિત વધુમાં વધુ પાંચ વ્યકિતઓથી વધુ બેસી શકશે નહીં. રાજકીય પક્ષો, ઉમેદવારે આ અંગે કરવામાં આવેલા ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.

 

હુકમનો અમલ સમગ્ર જિલ્લામાં તા.૦૬-૦૬-૨૦૨૪ સુધી કરવાનો રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર કે ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સો ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાપાત્ર થશે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores