પ્રાંતિજના મોયદ નાથાજી ગામના શ્રી મખુસિંહ રાઠોડને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ નાથાજી ગામના વતની મખુસિંહ ફતેસિંહ રાઠોડને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- આર્થિક સહાય પૂરી પાડી રહી છે
વધુમાં તેઓ જણાવે છે કે અમારા જેવા સામાન્ય માણસ માટે પાકું મકાન એતો સ્વપ્ન સમાન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની માહિતી મેળવી અને જરૂરી આધાર પુરાવા ગ્રામ પંચાયતમાં આપી અરજી કરી જેથી મકાન મંજુર થતા અમારા ખાતામાં કુલ ૧,૨૦,૦૦૦ /-ની મકાન સહાય મળી છે.પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત અમને આ લાભ આપવા બદલ હું અને મારો પરિવાર મોદી સરકારનો આભાર માનીયે છીએ
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 152561
Views Today : 