વડાલી નગરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અમાસની રાત્રી સભા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
વડાલીમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અમાસની સભામાં હિંમતનગર મંદિરેથી 4 સંતો પધાર્યા હતા
અમાસની સભામાં પૂજ્ય કૌશલ્ય મુની સ્વામી એ કથાનું રસપાન કરાવ્યું હતું હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી મંગલપુરુષ સ્વામી એ જીવનમાં સત્સંગ વિશે ખુબ સરસ વાત કહી હતી જેમાંથી હરિભક્તોને ઘણું બધું શીખવા લાયક હતું
સ્વામિનારાયણ મંદિરમાં પધારેલ 4 સંતો દ્વારા સત્સંગ દીક્ષા પાઠ વિશે વિસ્તૃત માહિતી વિડીયો દ્વારા હરીભક્તોને આપવામાં આવી હતી
અમાસની રાત્રી સભામાં મોટી સંખ્યામાં હરિભક્તોએ કથાનું રસપાન કર્યું હતું અને સ્વામી શ્રી ના દર્શન કરીને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરીને સૌ કોઈ હરિભક્તો છૂટા પડ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891